કરબલાના શહીદોની સ્મૃતિ જીવંત : સાદગીભેર મહોર્રમ મનાવતો મુસ્લિમ સમુદાય : વૈશ્વિક મહામારીના લીધે કોઇ આયોજનો થયા નહીં :

સવારે વિશેષ નમાઝ બાદ દુઆઓ થશેઃ કબ્રસ્તાનમાં શ્રાધ્ધ તર્પણ કરાશેઃ આજે અને કાલે રોઝા

દેવરાજ બુધેલીયા
વૈશ્વિક મહામારીના લીધે રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક મેળાવડાઓ ઉપર અને સમૂહ એકત્ર કરવા ઉપર પ્રતિબંધ છેલ્લા કેટલાય લાંબા સમયથી ચાલી રહેલ હોઇ આ વખતે તાજીયા બનાવવામાં આવ્યા છે પરંતુ માત્ર ઇમામખાના ખાતે રાખવામાં આવશે અને દર્શનાર્થી માટે ખુલ્લા મુકવામાં આવશે ઉપરાંત જુલૂસનું પણ આયોજન કરવામાં આવેલ ન હોઇ મહોર્રમ પર્વમાં સર્વત્ર સાદાઇ જોવા મળી રહી છે આ ઉપરાંત મહોર્રમ માસ નિમિતે દસ દિવસ સુધી જે તે વિસ્તારોમાં હુસેની મજલિસોના જાહેર કાર્યક્રમ યોજાય છે એ ઉપરાંત જાહેર સ્થળોએ પાણી – સરબત વિતરણની સબિલો બનાવવામાં આવે છે અને સાંજ પડતા જ જાહેર નિયાઝ – પ્રસાદના કાર્યક્રમો યોજાતા હોય છે જે પણ આ વખતે મોકૂફ રહ્યા છે.

જેના લીધે મહોર્રમ માસમાં કોઇ આયોજનો શકય નહીં થતા આવતીકાલે ‘આશૂરાહ’ જે મહત્વનો દિવસ છે તે સંપૂર્ણ સાદગીભેર ઉજવાશે. દર વર્ષે મહોર્રમ માસનો પ્રારંભ થતાં જ કરબલાના શહીદોની યાદ તાજી કરવામાં આવે છે અને તેમાં પણ ખાસ કરીને જે તાજીયા સ્મૃતિના પ્રતિકરૂપ બનાવવામાં આવે છે તેને નિહાળવા હિન્દુ – મુસ્લિમ સમાજનો સમૂહ ઉમટી પડે છે. જો કે વૈશ્વિક મહામારીના લીધે છેલ્લા છ માસમાં ઇસ્લામ ધર્મની મહત્વની પવિત્ર રાત્રિ ‘શબે બારાત, રમઝાન માસ, ઇદુલ ફિત્ર અને છેલ્લે ઇદુલ અદહા’ સહિતના અનેક ઉર્ષના કાર્યક્રમો પણ સંપૂર્ણ સાદાઇ સાથે પસાર થઇ ચૂકયા છે ત્યારે આ વખતે મહોર્રમ માસ અને આશૂરાહ પર્વ પણ સાદગીભેર ઉજવાતા છેલ્લા વર્ષો પછી પ્રથમવાર આ ઘટના ઘટી છે કે આ વખતે તાજીયા જુલૂસ મોકૂફ રહેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here