ઈંપેક્ટ : શંખનાદના સતત અહેવાલો થી તંત્ર આવ્યું હરકતમાં : સિહોરના રસ્તાઓ ઉપર થિંગડા મારવાનું કામ શરૂ : કેટલા દિવસ રહે એ તો રામ જાણે

દેવરાજ બુધેલીયા
સમગ્ર રાજ્યમાં વરસાદને લઈને રસ્તાઓ ઉપર ખાડાઓનું સામરાજ્ય ફેલાઈ ગયુ છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે સિહોરમા પણ રસ્તાઓ તૂટી જઈને ખાડાઓ પડી ગયા છે. પોલીસ સ્ટેશન અને અટલ ભવનથી સો મીટરના વિસ્તારમાં પણ ખાડાઓ પડી ગયા છે જેને લઈને અકસ્માત થવાની પણ ભીતિ રહે છે. શંખનાદ દ્વારા લોકોની સમસ્યાઓ ને તંત્રના બહેરા પડી ગયેલા કાને પાડવા અનેક વખત અહેવાલો રજૂ કર્યા અને લોકોની સમસ્યા તંત્ર સામે લાવી જેને લઈને આજથી તંત્ર હરકતમાં આવ્યું હતું.

શંખનાદ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ ખરાબ રસ્તાના અહેવાલો ને ધ્યાને લઈને તંત્રે આજથી રસ્તાઓ ઉપર થિગ મારવાનું કામ આરંભી દીધું છે પણ હવે આવા કરોડો ના ખર્ચે બનેલા રોડ એક વરસ પણ સારા રહેતા નથી તો આ થિંગડા કેટલા દિવસો રહેવાના એ તો રામ જાણે ત્યારે સમાચારોમાં શંખનાદ વધુ એકવખત અગ્રેસર રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here