સિહોરના પાંચતલાવડા ગામે ભારે વરસાદ ને પગલે મહિલાનું મકાન ધરાશાઈ, મહિલાને ઇજા

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના સણોસરા પાસે આવેલ પાંચવડા ગામે રહેતા એક દલિત મહિલા નિરાધાર બની ગયા છે. સરકાર દ્વારા આવાસ યોજનાઓ મોટા પાયે બહાર પાડવામાં આવે છે. પરંતુ ખરેખર આજની ઘટના જોતા એવું લાગે છે જેમને ખરેખર આધાર ની એટલે રહેવા માટે ઘરની જરૂર હોય તેવા લોકોને આવાસ યોજનામાં ઘર નથી મળતા અને તેઓ એ એમના માટે રહેવાં માટે ઘરની વ્યવસ્થા જેમની તેમ જ રહે છે. પાંચવડા ગામે રહેતા દલિત મહિલા ને અનેક વખત આવાસ યોજના માટે ફોર્મ ભરવા માટે ધક્કા ઉપર ધક્કા ખાવવા છતાં તેમને આવાસ યોજના માં મકાન મળ્યું જ નહીં. ત્યારે આજે સવારે ભારે વરસાદ ને લઈને આજે તેમનું મકાન ધરાશય થઈ જતા મહિલા આજે નીરાધાર બની ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here