શહેરમાં સૌ પ્રથમ કોરોના સંક્રમિત અલ્ફાઝ થયો હતો અને બાદ એમના પરિવારના એક સાથે પાંચ સભ્યો કોરોનાની લપેટમાં સપડાયા હતા

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના જલુનાચોક વિસ્તારમાં રહેતા અને શહેરમાં સૌ પ્રથમ કોરોના સંક્રમિત થયેલા મુસ્લિમ યુવક અલ્ફાઝ દસાડિયાએ પ્લાઝમા ડોનેટ કર્યું છે કોરોના મહામારીમાં પ્લાઝમા ડોનેટ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ખૂબજ આશીર્વાદરૂપ અને મહત્વપુર્ણ બની રહી છે. કોરોના મહામારીમાં સક્રમણનો ભોગ થયેલા ઘણા લોકોને પોતાનું નવું જીવન મળ્યું છે જેને લઈને તેઓ એક સામાજિક જવાબદારી ગણીને પ્લાઝમાં ડોનેટ કરીને કોરોના વોરિયર્સ બને છે સિહોરના જલુના ચોક વિસ્તારમાં રહેતા અને શહેરમાં પ્રથમ કોરોના સંક્રમિત થયેલ અલ્ફાઝ અને ત્યાર બાદ એમના પરિવારના પાંચ સભ્યો ક્રમશ કોરોનાથી સંક્રમિત થયા હતા.

ત્યાર બાદ કોરોના માંથી મુક્ત થયા પછી દસાડીયા પરિવારના સભ્યોએ અન્ય કોરોના દર્દીઓની મદદ રૂપ થઈ શકાય તેવું વિચાર્યું હતું આથી કોરોના સંક્રમિત દર્દીઓ માટે પ્લાઝમાં ડોનેટ નિર્દેશમાં યોગ્યતા હોવાથી પ્લાઝમા ડોનેટ કરીને અન્ય પરિવારને માટે મદદરૂપ થવાની ભાવના સાથે ત્યારે કોરોના દર્દી અને સિહોર ખાતે રહેતા ગીતાબેન ચૌહાણ નામના મહિલા જેઓને ગઇકાલે તાત્કાલિક પ્લાઝમાં ડોનેટની જરૂરીયાત ઉભી થતા ત્યારે જલુના ચોક વિસ્તારમાં રહેતા અગાઉ કોરોના સંક્રમિત થયેલા અલ્ફાઝે પલાઝમાં ડોનેટ કરીને પોતાના રહેલી સેવાની ભાવના અને નૈતિક ફરજ પૂર્ણ કરી છે ત્યારે પ્લાઝમા દાન શ્રેષ્ઠ દાન સાબિત થઇ રહ્યું છે ત્યારે હાલ મુસ્લિમોનો પવિત્ર મહોરમ માસ ચાલી રહ્યો છે જેના દાન પૂર્ણ સેવા મદદ માટેનું અનેરું મહત્વ રહેલું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here