એક તરફ મહામારી મોંઘવારી અને ઉપરથી પડી રહેલા સતત વરસાદના કારણે તલ બાજરી કપાસ સહિત પાકો સંકટમાં

હરેશ પવાર
સિહોર પંથક સહિત જિલ્લામાં અવિરત મેઘ મંડાતા ખેડુતોની માઠી બેસી છે કુદરત આફતોની સામે ખેડુતો મુંઝવણમાં મુકાયા છે ત્યારે વિકટ સ્થિતિમાં મુકાયેલ ખેડુતોની માઠી બેઠી છે સિહોર પંથક સહિત જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી સતત વરસી રહેલા વરસાદના હિસાબે ઉભા પાકને મોટા પાયે નુકસાન થયેલ છે. તલ કપાસ બાજરી સહિતના પાકોને વધારે પડતું પાણી લાગવાથી ભારે નુક્શાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કપાસના પાકમાં સતત વરસાદના કારમે ફાલ ખરી ગયો છે સતત વરસાદને હિસાબે તલ અને બાજરીને પણ વ્યાપક નુકશાન થયું હોવાનું ખેડૂતો માની રહ્યા છે.

જેથી લીલા દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થઈ છે સતત વરસાદ હોવાથી ખેડુતો પાયમાલ થઈ ગયા છે ત્યારે રાજ્યની સરકાર દ્વારા સર્વે કરી ખરેખર જે ખેડુતોને અતિવૃષ્ટિના કારણે નુકસાન થયેલ હોય કે જમીનનું ધોવાણ થયેલ હોય તેનું સર્વે કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે મોટાભાગના પાકો નિષ્ફળ થવાની દહેશત ઉભી થઇ છે અને ખેડૂતો નુકશાની સહન ન કરી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here