ફેડરેશન યુથ વિંગ્સ સિહોર અને નાની મેમણ જમાત કાર્યક્રમનું આયોજન, પ્રમુખ ઇકબાલભાઇ ઓફિસરના જન્મ દિવસ નિમિતે આયોજન

હરેશ પવાર
ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના પ્રમુખ હાજી ઇકબાલભાઇ ઓફિસર પોતાની દુરદશીઁ વિઝન અને આગવી પધ્ધતિ થી કાયઁશૈલી દવારા સમગ્ર દેશના મેમણ સમાજ ના દીલમા ધર કરી ચુકયા છે રાત દિવસ મેમણ સમાજ ની તરકકી માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે ત્યારે તારીખ ૧ સપ્ટેમ્બર ના રોજ ઇકબાલભાઇ ઓફિસરનો જન્મ દિવસ હોવાથી ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ્સ સિહોર અને નાની મેમણ જમાત સિહોર દવારા તેમના જન્મ દિવસ ની ઉજવણી સરકારી હોસ્પિટલ સિહોર મા દદીઁ ને ફ્રુટ વિતરણ કરીને કરવામાં આવી હતી આ ફ્રુટ વિતરણ મા નાની મેમણ જમાત ના આગેવાનો અશરફભાઇ મેમણ,હુસેનભાઇ તેલી,મૌલાના અ.રાશીદ મેમણ, રફીકભાઈ રાવાણી વગેરે એ કાયઁક્રમ મા હાજર રહી યુથ વિંગ્સ સિહોર ને પ્રોત્સાહન આપ્યું હતું.

જયારે આ ફ્રુટ વિતરણ કાયઁ ને યુથ વિંગ્સ સિહોર ના ઇન્ચાર્જ અમન હુનાણી સાથે અસ્ફાક ગનીયાણી (બેવન),સાબરીન ગેલેરીયા,સલીમભાઈ હુનાણી (મુખી),આસિફભાઇ કાલાવાડીયા સહિત તેમની ટીમ દવારા આ ફ્રુટ વિતરણ કાયઁ ને આયોજન બધ્ધ જહેમત ઉઠાવી સફળતા પૂર્વક પુણઁ કરાયો હતો જયારે સિહોર ના ઝોનલ રફીકભાઈ હુનાણી, સૌરાષ્ટ્ર ના ઉ.પ્રમુખ ફીરોજભાઇ લાકડાવાળા, સૌરાષ્ટ્ર યુથ વિંગ્સ ના કન્વીનર યાસિનભાઇ ડેડા દવારા આ કાયઁ ની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here