સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવક બોર્ડ દ્વારા સિહોર ખાતે પેશ્વાજીની પ્રતિમા સાફ સફાઈ કાર્યક્રમ યોજાયો


બ્રિજેશ ગૌસ્વામી
ગુજરાત ના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના પ્રેરણા થકી મહિનાની પહેલી તારીખે સંપૂર્ણ રાજ્યમાં મહાપુરુષોની પ્રતિમાં ઓની સાફસફાઈ અને માલ્યાઅર્પણ કરવામાં આવે છે. આજે ૧ સપ્ટેમ્બરના દિવસે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સિહોર અને વલભીપુર તાલુકો ના સંયુક્ત ઉપક્રમે સિહોર શહેર માં ઉપસ્થિત નાના સાહેબ પેશ્વાજી ની પ્રતિમાની સાફસફાઈ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાવા માં આવ્યો આ કાર્યક્રમ માં સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમસિંહ નકુમ, હિતેશભાઇ મલુંકા, પરેશભાઇ જાદવ, અભયસિંહ ચાવડા, કિશનસિંહ સોલંકી, વિશાલભાઈ ત્રિવેદી, જયેશભાઇ રાઠોડ, મલયભાઇ રામાનુજ, ધ્રુવ મેહતા, ભરતભાઇ રાઠોડ, ધ્રુવભાઇ ભટ્ટ, માયાભાઇ આહીર, રાહુલ ગોહિલ સહિત યુવા કેન્દ્ર ના કાર્ય કરતા જોડાયને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here