સિહોરના બે શખ્સો બાઈક પર કોથળામાં વિદેશી દારૂના નંગ લઈ નીકળ્યા અને ઝડપાયા, બન્ને રામનાથ રોડ પર રહે છે

હરેશ પવાર
સિહોર અને પંથકમાં બુટલેગરો દ્વારા નવા કિમીયાઓ રચીને દારૂ ઘુસાડવાનું ષડ્યંત્ર સામે પોલીસની ઘોષ સામે ઘૂંટળીએ પડવા લાગ્યા છે સિહોર પોલીસને માહિતી મળીકે રામનાથ રોડ પર રહેતા ધર્મરાજ અને અમીન બન્ને બાઈક પર વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થવાના છે જેના આધારે સિહોર પોલીસે રામનાથ પર વોચ ગોઠવી હતી અને તે અરસામાં બે શખ્સો સાથે બાઈક પસાર થતા અટકાવી તલાશી કરતા બન્ને શખ્સોએ તેમના નામ ધર્મરાજ અને અમીન હોવાનું જણાવ્યું હતું.

પોલીસે તેમની પાસે રહેલા પ્લાસ્ટિકના કોથળાની તલાશી કરતા અંદરથી ૨૪ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી આ સિવાય પોલીસે તેમની મોટરસાઈકલ કબ્જે કરી છે અને ધર્મરાજ અને અમીન બંને સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here