હોસ્પિટલ અને પોસ્ટમોર્ટમ રૂમ ખાતે સેનિટાઈઝ અને દવાના છટકાવ સાથે સફાઈ અભિયાન શરૂ કરાયું, સમગ્ર સિહોરમાં થશે સફાઈનું અભિયાન

હરીશ પવાર
સિહોરના નવનિયુક્ત પ્રમુખ વિક્રમભાઈ નકુમ દ્વારા મોદી સાહેબનું સ્વપ્ન સમાન સફાઈ અભિયાન હાથમાં લીધું છે અગાઉના મહિલા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદીની જ્યારે પ્રમુખ તરીકે વરણી થઈ ત્યારે સૌ પ્રથમ સફાઈ અભિયાન હાથ ધરીને ગામને સાફ સુથરૂ બનાવવાની નેમ સાથે કાર્ય શરૂ કર્યું હતું એજ રીતે આ ટર્મમાં પ્રમુખ તરીકે ચૂંટાએલ નવનિયુક્ત પ્રમુખ વિક્રમભાઈ નકુમે સફાઈનું અભિયાન શરૂ કર્યું છે અને મોદી સાહેબનું સ્વપ્ન સમાન સ્વચ્છતા મીશનને આગળ ધપાવી દરેક વોર્ડ વિસ્તાર શેરી ગલીઓ મ્હોલાઓમાં સફાઈની કામગીરી શરૂ કરવાનો ધમ-ધમાટ શરૂ કરાયો છે.

કોરોના મહામારીને લઈ આજે સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે સફાઈ સાથે ડીડીટી છટકાવ તેમજ સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું સ્વચ્છતા અભિયાન દરમિયાન નવનિયુક્ત પ્રમુખ વિક્રમભાઈ નકુમનું હોસ્પિટલના મુખ્ય તબીબ ડો યાદવ સહિત સ્ટાફ દ્વારા સન્માન સાથે શુભેચ્છાઓ આપવામાં આવી હતી સ્વચ્છતા મિશન કામગીરીમાં સમીર દવે, લક્ષમણભાઈ મકવાણા, ભાવેશ મલુકા, દિનેશભાઇ આલ, અશોકભાઈ આલ, ધર્મેન્દ્ર ભટ્ટ સહિત સ્ટાફ જોડાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here