આપે ઘાંઘળી ગામે લોકપ્રશ્નો સાંભળ્યા, ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ ઉઠી, આપના આગેવાનોએ કહ્યું ત્રણ દિવસમાં સોલ્યુશન નહિ આવે તો આંદોલન કરશું

હરેશ પવાર
ગુજરાતના દરેક ગામડે ગામડે આમ આદમીનો કાર્યકર કાર્યરત થયો છે સિહોર તાલુકાના ઘાંઘળી ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા લોક પ્રશ્નો સાંભળ્યા છે તેના નિરાકરણ માટે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે આમ આદમી પાર્ટીના પ્રમુખ અનિલભાઈ ચાવડા તેમજ સિહોર શહેર પ્રમુખ સંજયભાઈ સોલંકી સાથે ભાવનગર જીલ્લા ઉપપ્રમુખ ભરતભાઈ રબારી અને ભાવનગર પ્રમુખ હરિસિંહ ઝાલા ઘાંઘળી ગામના આમ આદમી પાર્ટીના પ્રમુખ વૈભવભાઇ એસ દવે ને સાથે રાખી ને ગામના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા જેમાં છ મુદ્દામાં ભયંકર ગેરરીતિ થયેલ છે.

આ વૈશ્વિક મહામારી માં ઘાંઘળી ગામમાં ગંદકીના અનેક જગ્યાએ સ્થળ ધામેલ છે તેનાથી ગામમાં રોગચાળો ફાટી નીકળવાનો ગામ લોકોમા ભય છે આવનારા ત્રણ દિવસની અંદર ગામમાં ગંદકી દૂર કરવામાં નહીં આવે તો ઘાંઘળી ગામના લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની બાહેધરી ગામના જાગૃત નાગરિક વિનુભાઈ બોઘાભાઈ એ આપેલ છે એક ગંદકી દૂર કરવી બ્લોક નાખવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે ગટર લાઈન ચાલુ નથી દસ વર્ષથી લોકોને પીવાનું પાણી મળતું નથી ઘણી વાર રજૂઆત કરવા છતાં પ્રશ્ન સાંભળવા માં આવેલ નથી.

આ આંગણવાડીના રૂમ બનાવવામાં આવેલ છે તેમાં પણ કૌભાંડ થયેલ છે ગામનાં નાગરિક બુધાભાઈ વાઘેલા ભુપતભાઈ ચુડાસમા શીતલ ભાઈ ચુડાસમા સહિત ઉપસ્થિત રહી લોકપ્રશ્નો સાંભળી ઉચ્ચસ્તરે ઉગ્ર રજુઆત કરવામાં આવશે તેમજ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here