લોકોની સમસ્યા અને હાલાકીનો પાર નથી, ચોમાસાનો સમય છે રાત્રીના સમયે અંધારાના ઘમધોળથી લોકોને ભારે હાલાકી

હરેશ પવાર
કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા લાખ્ખો કરોડો રૂપિયાના વિકાસના કામો માટે ગ્રાન્ટો ફાળવવા આવે છે પરંતુ સ્થાનિક લેવલે લોકો સત્તરમી સદીમાં જીવતા હોઈ તેવો અહેસાસ થાય છે વિકાસની રાડા રાડ વચ્ચે પ્રાથમિક સુવિધાથી લોકો હજુ પણ વંચિત છે તે વાસ્તવિકતા રહેલી છે સિહોરના વોર્ડ ૨ નવા ગુંદાળા રામનગર સહિતના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટના અભાવે અંધારપટ છવાયો છે અહીં ખાસ કરીને અહીં સહજાનંદ શિક્ષા ભવન આવેલું છે ત્યાં મોટા સામાજિક અને સેવાકીય પ્રવૃતિઓ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

અહીં વિજપોલ વીજ કેબલો છે..તો માત્ર ને માત્ર ૩ વિજપોલ ઉપર સ્ટ્રીટ લાઈટ નું જોડાણ કરવામાં આટલો સમય કેમ.? સહજાનંદ શિક્ષા ભવન તેમજ રહેણાંકી વિસ્તાર પણ છે આ ભવનમાં ધાર્મિક પ્રવૃત્તિ ઓ.શિક્ષણ.સાંસ્કૃતિક કાર્યક્રમ માનદસેવા ઓ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ગરીબ અને પછાત વિસ્તારમાં કીટવિતરણ ભોજન કપડાં સહિત સેવાઓ પુરી પાડવામાં આવે છે આ સંસ્થા માં.સાધુ સંતો દાતાઓ પદાધિકારીઓ અધિકારીવિવિધ સંસ્થાઓ મહાનુભાવો સહિત આવતા જતા હોય છે. ત્યારે આ વિસ્તારમાં ખુબજ અંધારપટ ને લઈ ખાડા ખબચીયા. અકસ્માત કે કોઈ છેડતી લૂંટફાટ થાય તો જવાબદાર કોણ રહેશે.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here