કપાસ મગફળી બાજરો તલ સહિતના ઉભા પાકને સતત વરસાદના કારણે નુકશાન છે તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવા મુખ્યમંત્રી સુધી માંગણી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નહિ સમગ્ર જિલ્લામાં વરસાદના કારણે ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું હોવાનું ભારે હોહાપો છે ખેતરોમાં પાણી ભરેલા હોવાથી ઉભા પાકોમાં નુકશાનનું તાંડવ લાગી ચૂક્યું છે ત્યારે સિહોર તાલુકામાં થયેલા સતત વરસાદને કારણે મોટાભાગના ગામોમાં ખેતીની માઠી દશા થઈ છે . ઉભા પાકમાં વ્યાપક નુકશાની થયેલી છે મોટા પ્રમાણમાં કપાસ , મગફળી , બાજરો અને તલનું વાવેતર થયેલ છે . જેને એકધારા અને સતત વરસાદના કારણે ખુબજ નુકશાન થયેલું છે મગફળી ,બાજરો અને તલનો પાક સાવ નિષ્ફળ ગયો છે.

કપાસના પાકને પણ ખુબજ નુકશાન થયેલ હોય , ખેડુતોની મુખ્ય આવક જ આ ચોમાસુ ખેતી હોય , ખેડુતને પાયમાલ થતો બચાવવા માટે આ નુકશાનીનો તાત્કાલીક સર્વે કરી ખેડુતોને જે અપાર નુકશાન થયુ છે તેનુ વળતર તાકીદે ચુકવવા સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોકુળભાઈ આલે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે ત્યારે ખેડૂતોની સ્થિતિ વાસ્તવિકમાં દયનિય બની છે તાકીદે સરકાર પણ સર્વે કરાવી વળતર આપે તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here