સિહોરના સર ગામની આંગણવાડીમાં ‘એક બાળ એક ઝાડ’ અભિયાન સાથે વૃક્ષારોપણ

દેવરાજ બુધેલીયા
સિહોરના સર ગામની આંગણવાડીમાં ‘એક બાળ એક ઝાડ’ અભિયાન શરૂ થયું છે સર ગામને હરિયાળું બનાવવાના સ્વપ્નને સાકાર કરવા સિહોર તાલુકાના સર ગામની આંગણવાડીમાં “એક બાળ એક ઝાડ” અભિયાન આજે સમગ્ર પંથકમાં દિશાપ્રેરક બન્યું છે. હાલ કોરોના મહામારી ચાલે છે આંગણવાડી શિક્ષણીક કાર્ય બંધ છે આવા સમયમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સમજાવતા

મઢડા ગ્રુપના સુપરવાઈઝર નયનાબેનના માર્ગદર્શનથી સર ગામની આંગણવાડીના વર્કર ક્રિષ્નાબા, હર્ષાબેન ભુમીબા, અરુણાબા, કાજલબેનના સહયોગ અને તેમની હાજરીમાં સિહોરના સર ગામે આંગણવાડીના બાળકો દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું જેનો હેતુ બાળકો વૃક્ષોનું મહત્ત્વ બાળપણથી સમજે તેમજ પર્યાવરણને બચાવવા પોતાનું યોગદાન આવે તેમજ સરકારશ્રી ના આદેશ મુજબ એક બાળક એક વૃક્ષનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં નારીશક્તિ નો સહયોગ મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here