કંસારા બજાર કોરોનાનું હોટ કેન્દ્ર બની ગયું છે છતાં અહીંના નગરસેવકો કોર્નટાઇન થઈ ગયા હોય તેવું લોકોને લાગે છે


હરેશ પવાર
સિહોરમાં કોરોના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે કંસારા બજાર કોરોના માટેનું હિટ બિંદુ સાબિત થઈ રહ્યું છે. કંસારા બજારમાં સૌથી વધુ શહેરના કોરોના પોઝિટિવ કેસો બહાર આવી રહ્યા છે. વધી રહેલા કોરોના કેસોને લઈને હવે પાલિકા તંત્ર કઈક હરકતમાં આવ્યું છે. નવનિયુક્ત પાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ દ્વારા કંસારા બજાર વિસ્તારમાં સેનેતાઈઝ સાથે સફાઈ ઝુંબેશ હાથ ધરવા માટે પાલિકા કર્મીઓને સૂચનો આપી દીધા છે.

જેને લઈને કંસારા બજારના હોટ સ્પોટ તેમજ આસપાસના કોરોનાશીલ વિસ્તારમાં સેનેતાઈઝ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સિહોર તો ઠીક પરંતુ રાજ્યમાં આવી મહામારીમાં જે મતો માટે ઘરે ઘરે જઈને આજીજી કરીને મીઠા શબ્દો વેરતા તેવા નગરસેવકો અને નેતાઓ મોટા ભાગના કોરોનાને ભાળીને ક્યાં ખુણામાં કોર્નટાઇન થઈને લપાઈ ગયા છે તે તો હજુ સમજાતું નથી. છેલ્લે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખને શુભેચ્છાઓ પાઠવવા બહાર નીકળ્યા હતા તેવું તસવીરોમાં કઈક દેખાઈ રહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here