તંત્ર વડલા ચોકથી ટેસ્ટિંગ શરૂ કરે તે પહેલાં ધબોધબ દુકાનોના શટરો પડવા લાગ્યા, નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈએ કહ્યું કોઈએ ડરવાની જરૂર નથી કોરોનાને અટકાવવા અમારી સઘન ઝુંબેશ છે

વિક્રમભાઈએ કહ્યું ડર્યા વગર ચેક કરાવો કોઈને દવાખાને જવાનું નથી, કોઈનો ધંધો પણ બંધ નહિ થાય, ચેક દરમિયાન જે પોઝિટિવ આવશે તેને હોમ આઇસોલેશન રહેવાનું રહેશે


હરેશ પવાર
સિહોર શહેરમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા ‍નગરપાલિકા ટિમ અને આરોગ્ય ટિમો દ્વારા ઔદ્યોગિક એકમો, દુકાનો,ઓફિસ સહિતમાં કોરોના સંદર્ભમાં રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સિહોર શહેરમાં હજુ પણ રોજના સરેરાશ ત્રણ ચાર કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. કોરોનાની સાકળ તોડવા નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા રેપિડ ટેસ્ટ શરૂ કરાયા છે. હાલમાં રોજના ૧૦૦ થી વધુ ટસ્ટ થઈ રહ્યા છે. આરોગ્યની ટીમ દ્વારા ધાર્મિક સ્થાનો, ઉદ્યોગો, ઓફિસ સહિતમાં તો કોવિડના રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અને તેમાં સફળતા પણ મળી છે.

પરંતુ આજે સિહોર નગરપાલિકા અને આરોગ્યની ટીમ શહેરની મુખ્ય બજારમાં દુકાને દુકાને રેપિડ ટેસ્ટ કરવા નીકળતા વેપારીઓમ‍ાં કોરોના પોઝિટિવ આવવાનો ભય ફેલાયો હતો. જેથી રેપિડ ટેસ્ટ કરવા આવતા જ વેપારીઓએ દુકાનો ફટાફટ બંધ કરી બજારો બંધ કરી દેતા સન્નાટો ફેલાયો હતો. મેઈન વેપારીઓએ કોરોનાની સાકળ તોડવાને બદલે તંત્રને અસહકાર આપતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. એક તરફ કોરોનાની ચેન તોડવા નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નકુમ, વિજય વ્યાસ, આરોગ્ય અધિકારી વકાણી સહિતના અધિકારી દિવસ રાત એક કરી રહ્યા છે તો બીજી તરફ વેપારી વર્ગ ટેસ્ટથી દૂર ભાગી રહ્યા છે તે બાબત ચિંતાજનક છે

કોરોનાની સાંકળ તોડવા સહકાર જરૂરી : વિક્રમભાઈ નકુમ

સિહોર શહેરમાં બેકાબુ બનેલું કોરોનાનુ સંક્રમણ તોડવા નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ વિજય વ્યાસ આરોગ્ય અધિકારી વકાણી અને ટિમો મેદાને પડી છે કોરોનાની સાંકળ તોડવા રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. પરંતુ વેપારીઓ દ્વારા ટેસ્ટિંગ માટે સહકાર આપતા નથી જે ગંભીર બાબત છે. દરેક નગરજનો સહકાર આપશે તો ચોક્કસપણે કોરોનાને હરાવી શકીશું અને કોઈએ ડરવાની જરૂર નથી સહકાર આપી ટેસ્ટિંગ માટે આગળ આવો કોઈનો ધંધો બંધ થશે નહીં સાથે માત્ર જેમને પણ કોરોના લક્ષણો હોય તેમને ૧૫ દિવસ માટે હોમ આઇસિલોશન રાખવામાં આવશે તેવું વિક્રમભાઈએ કહ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here