એક તરફ મહામારી મોંઘવારી અને ઉપરથી પડી રહેલા સતત વરસાદના કારણે બાગાયતી પાકો સંકટમાં

દેવરાજ બુધેલીયા
સિહોર શહેર સાથે જિલ્લાના પંથકમાં અગાઉના દિવસોમાં અવિરત મેઘ મંડાતા ખેડુતોની માઠી હતી. તલના પાકોને વ્યાપક નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે બાગાયતી પાક પણ નિષ્ફળ જઈ રહ્યો છે. આમ કુદરત આફતોની સામે ખેડુતો મુંઝવણમાં મુકાયા છે ત્યારે વિકટ સ્થિતિમાં મુકાયેલ ખેડુતોને વળતર આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે અગાઉ સિહોર શહેર અને પંથકમાં સતત વરસાદના હિસાબે વરસી ઉભા પાકને મોટા પાયે નુકસાન થયેલ છે. તલની ખેતીમાં ૯૦ ટકા સુધી પાક બળી ગયો છે. કપાસના પાકમાં સતત વરસાદના કારમે ફાલ ખરી ગયેલ છે.

સિહોરના ખાંભા રોડ પર રહેતા અને ખેતી કામ કરતા ઘનશ્યામભાઈ ચૌહાણ લઘુજી ચૌહાણ જણાવે છે કે વરસાદના કારણે તલના પાકોને વ્યાપક નુકશાન થયું છે અમારા પાંચેક વિધાના તલના પાકને નુકશાન થયું છે અમને સરકારમાંથી સહાય મળે તે જરૂરી છે ત્યારે ખેતી કરતા ખેડુતોને પણ વરસાદને હિસાબે લીલા દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થઈ છે અતિભારે વરસાદ હોવાથી ખેડુતો પાયમાલ થઈ ગયા રાજ્ય સરકાર દ્વારા સર્વે કરી ખરેખર જે ખેડુતોને અતિવૃષ્ટિના કારણે નુકસાન થયેલ હોય કે જમીનનું ધોવાણ થયેલ હોય તેનું સર્વે કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે તલનો પાક મોટા ભાગે નિષ્ફળ થયો છે અન્ય ખરીફ પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here