સિહોરના મકાતનાઢાળ વિસ્તારમાં ઘટના બની, ભુતા શેરીમાં રહેતા વૃદ્ધાને બપોરના સમયે પોતાના ઘરે કોઈ મહિલા આવી કહ્યું તમારા ખાતામાં પાંચ હજાર જમા થયા છે ચાલો મારા સાથે

વૃદ્ધા જીલુમાં કલાકો સુધી લાપતા રહ્યા, પરિવારની ભારે શોધખોળ બાદ જીલુમાં ભાવનગર ગંગાજળીયા તળાવમાંથી મળી આવ્યા, વૃદ્ધાના શરીર પર રહેલા દાગીના કાઢીને લૂંટ પણ ચલાવી

હરેશ પવાર : બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના મકાતનાઢાળ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાને તમારા ખાતામાં પૈસા આવ્યા છે તેવું કહી ભોળવીને લલચાવી ફોસલાવી લઈ જઈને સોનાના દાગીના કાઢીને ફરાર થઈ જતા ભારે ચકચાર મચી છે આજે બપોરના સમયે સિહોરના મકાતનાઢાળ વિસ્તારમાં આવેલ ભુતા શેરીમાં રહેતા જીલુબેન ચુડેસરા જેઓ એમના દીકરા અને પરિવાર સાથે વર્ષોથી રહે છે આજે બપોરના સમયે તેમના ઘરે કોઈ મહિલાએ આવીને કહ્યું કે તમારા ખાતામાં વિધવા પેનશનના પાંચ હજાર જેવી રકમ જમા થઈ છે તેવું કહી વૃદ્ધાને સાથે લઈ જઈને સિહોરથી લલચાવી ફોસલાવીને ભાવનગર સુધી લઈ જઈને વૃદ્ધા પોતાના શરીર પર પહેરેલા દાગીના કાઢી વૃદ્ધાને ભાવનગર તળાવ નજીક આવેલ શૌચાલય પાસે છોડી દીધા હતા બનાવને લઈ ભારે ચકચાર જાગી છે પરિવાર દ્વારા વૃદ્ધા જીલુમાંની ભારે શોધખોળ આદરી હતી વૃદ્ધા જીલુમાં કલાકો સુધી લાપતા રહ્યા બાદ પરિવારને ભાવનગર ખાતેથી મળી આવ્યા છે ત્યારે સમગ્ર મામલો પોલીસ મથક સુધી પોહચ્યો બનાવને લઈ ભારે ચકચાર મચી છે જ્યારે આ પ્રકારની ગેંગ સક્રિય થઈ છે ત્યારે લોકોએ જાગૃત થવાની જરૂર છે.

બોક્સ..

વૃદ્ધા જીલુંમાંએ કહ્યું

૭ સોનાની કડી હતી અને બે સોનાની બંગડી હતી જીન્સ અને ટીશર્ટ પહેરેલી છોકરી હતી મને ભાવનગર લઈ જઈને તળાવમાં આવેલ શૌચાલયમાં લઈ જઈને કડીઓ નખ કાપવાના નિલકટરથી કાઢી વોરા બજારમાંથી ૧૦૦ રૂપિયાનું પક્કડ લઈને બંગડીઓ એમનાથી કાઢી તેવું વૃદ્ધાએ કહ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here