બે અલગ અલગ જુગારની રેડમાં ૧૦ ઝડપાયા

બ્રેકીંગ ન્યુઝ રાત્રીના ૮/૩૫ કલાકે

હરેશ પવાર
આજે શુક્રવારની સમી સાંજે સિહોર પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતી દરમિયાન બાતમી મળતાં પોલીસે દાદાનીવાવ રિલાયન્સ પેટ્રોલપંપની દીવાલ પાછળ ખુલ્લી જગ્યા સહિત બે જુગારની રેડોમાં જુગાર રમતા ૧૦ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી ૭૬ રોકડ અને મુદ્દામાલ ઝડપી જુગારીઓની અટકાયત કરી હતી. પોલીસે જુગારીઓની ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ દારૂ જુગારની બદીને રોકવા માટે પોલીસ પેટ્રોલીંગ કરી રહી છે. દરમિયાન સિહોર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે દાદાનીવાવ રિલાયન્સ પેટ્રોલપંપની દીવાલ પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે. બાતમીને આધારે પોલીસે સિહોર રિલાયન્સ પેટ્રોલપંપની દીવાલ પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો હતો દરમિયાન પોલીસે બે અલગ અલગ રેઈડ કરી ૧૦ ઈસમો સાથે રોકડ અને મુદ્દામાલ સાથે ૭૬ હજારની રકમ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે તમામ સામે જુગરધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here