સિહોરમાં લોખંડની કચરા પેટીઓમાં એકઠા થતા કચરાને સળગાવી દઈને પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લે આમ ચેડાં, તંત્ર નહિ સુઘરે

હરિશ પવાર
સિહોર નગરપાલિકાનું તંત્ર નહિ સુધરે..જે તંત્ર પ્રદુષણ નહિ ફેલાવવાની સલાહો આપે છે એજ તંત્રના કર્મચારીઓ એકઠા થયેલા કચરાને જાહેરમાં દીવાસળી ચાંપી દે છે..અને પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લે આમ ચેડાઓ કરે છે નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વિસ્તારોમાં કરવામાં આવતી સાફ સફાઈમાં એકઠા થયેલા મોટાભાગના કચરાના જાહેરમાં દીવાસળીઓ ચાપીને આગ લગાડી દેવાઈ છે એટલું જ નહીં વોર્ડ વિસ્તારોમાં સ્વચ્છતા અને કચરા એકઠા માટે મુકવામાં આવેલ લોખંડની પેટીઓમાં પણ કચરો એકઠો થાય એટલે દીવાસળી ચાંપીને આગ લગાડી દેવાઈ છે જેના કારણે પ્રદુષણ સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાઓ થઈ રહ્યા છે જે તંત્ર કચરા અને પ્રદુષણની ઘર ઘર સલાહો દેવા નીકળે છે એમણે એકાદ વખત ઘરમાં રહેલા અરીસા સામે ઊભા રહી જાતને સવાલ કરવાની જરૂર છે..ઉપરથી ઈશ્વર આવીને કહેશે તો પણ..ટૂંક કહીએ તો..આ તંત્ર નહિ સુધરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here