સિહોર અને પંથકમાં 66 ટકાએ વરસાદ પોહચ્યો, જિલ્લા.સતત બીજા વર્ષે મેઘરાજા રહ્યા મહેરબાન, પાણીની સમસ્યા નહીં રહે, ભાદરવીના તાપનો અનુભવ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર પંથકમાં વરસાદની ટકાવારી 66 ટકાએ પોહચી છે તો બીજી બાજુ જિલ્લા માટે સતત બીજા વર્ષનું ચોમાસું આનંદ લઈને આવ્યું છે. ચોમાસાની ઋતુ શરૃ થયાના બે જ મહિનામાં જિલ્લામાં સિઝનનો સરેરાશ વરસાદનો આંકડો ત્રણ આંકડાને પાર પહોંચી ગયો છે. ગત વર્ષે પણ ભાવનગર જિલ્લામાં સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો. ત્યારે જો હવે સરકારી તંત્ર યોગ્ય આયોજન મુજબ કામ લેશે તો જિલ્લાવાસીઓને આગામી ઉનાળામાં પણ પાણીની સમસ્યાથી ઝઝૂમવું નહી પડે તે હાલના વરસાદ અને જળસંગ્રહ પરથી લાગી રહ્યું છે.

જિલ્લાના મોટાભાગના સિહોર સહિત તાલુકામાં આજે સતત ચોથા દિવસે મેઘવિરામ રહ્યો હતો. તમામ તાલુકા કોરાધાકોડ રહ્યા હતા. તેમાં પણ સિહોરમાં તો જાણે ભાદરવીનો તાપ વરસી રહ્યો હોય તે રીતે સૂર્યનારાયણ દેવ આકાશમાંથી સૂર્યકિરણો ફેંકી રહ્યા હતા. જેના કારણે મહત્તમ તાપમાન ૦.૯ ડિગ્રી વધીને ૩૪.૨ ડિગ્રીને આંબી ગયું હતું. લઘુતમ તાપમાન ગઈકાલની જેમ ૨૬ ડિગ્રીએ સ્થિર રહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here