દરેક વોર્ડ વાઇઝ અધિકારી કર્મચારીઓની હાજરીમાં કેમ્પનું થશે આયોજન, આજે બેઠક તાત્કાલિક બેઠક બોલાવી, નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમનું પ્રજાલક્ષી પગલું


હરેશ પવાર
સિહોર નગરપાલિકા હવે આપના દ્વારે દરેક વોર્ડમાં તમામ વિભાગના જવાબદાર અધિકારીની ઉપસ્થિત માં ફરિયાદ નિવારણ કેમ્પ યોજાશે. મન હોય તો માળવે જવાય અને કામગીરી માટે નિર્ણય શક્તિ પણ આવશ્યક છે.તે જોતા નવનિયુક્ત સિહોર નગરપાલિકાના પ્રમુખ વી.ડી.નકુમ, ચીફ ઓફિસર જે.એલ દવે સાથે નગરસેવકોની ઉપસ્થિત તત્કાલ બેઠક મળી હતી હવેના દરેક સપ્તાહ દરમિયાન “સિહોર પાલિકા આપના દ્વારે”..જે દરેક વોર્ડ માં દરેક સપ્તાહ દરમિયાન ચીફ ઓફિસર તેમજ સ્થાનિક વોર્ડ ના નગરસેવકો અને તમામ વિભાગના સુપરવાઈઝર નો એક મંડપ માં કેમ્પ યોજવામાં આવશે જેમાં નળ. ગટર પાણી સ્ટ્રીટલાઈટ બાંધકામ. ટેક્સવિભાગ.દબાણ. સેનેટરી સહિત ના સુપરવાઈઝર ઉપસ્થિત રહેશે અને ખાસ કોઈપણ પ્રકારની ફરિયાદ હોય જે ૪૮ કલાક માં ઉકેલવા પ્રયાસો હાથ ધરવામાં આવશે

તેમજ સરકાર દ્વારા જે ભૂતિયા નળ કનેક્શન હોય તેમને રૂ ૨૦૦૦ને બદલે માત્ર ને માત્ર રૂ. ૫૦૦માં -કાયદેસર કરી દેવામાં આવશે જે આ સરકાર દ્વારા ૩માસ માટે છૂટ છાંટ અપાશે નગરપાલિકા આપના દ્વારે ના કાર્યક્રમ અંતર્ગત ઓટો રીક્ષા માં માઇક લાઉડ સ્પીકર સાથે ફેરવવામાં અને એક દિવસ અગાઉ જાણકારી આપવામાં આવશે પત્રિકાઓ નું વિતરણ કરવામાં આવશે.અને ઝડપી અને યોગ્ય રીતે કામગીરી હાથ ધરવા માટે આવતા સપ્તાહે પ્રથમ શરૂઆત વોર્ડ ન.9.થી કરવામાં આવશે અને એક જાહેર સ્થળ ઉપર પાલિકા દ્વારા મંડપ વ્યવસ્થા સાથે બેઠક રાખી કોઈપણ પ્રકારની કામગીરી માટે તે સ્થળે ડોક્યુમેન્ટ આધારો સાથે રાખી યોગ્ય રીતે સરળતાથી કામગીરી ઉકેલ સાથેઅભિગમ આપનાવવા માં આવશે..અને દરેક સપ્તાહે સ્ટેપ બાય સ્ટેપ વોર્ડ ના પ્રશ્નો ઉકેલવા માટે પાલિકા પ્રમુખ શ્રી. વી.ડી.નકુમ.તેમજ ચિફ ઓફિસર જે.એલ દવે સાહેબ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here