અહીં સવાલ એ થાય કે એકતરફ નગરપાલિકા કોમ્પલેક્ષ બાંધકામ માટે શરતી મંજૂરી આપે છે બીજી બાજુ ભાજપના સભ્યો એજ કોમ્પલેક્ષ માટેની ગેરકાયદેસર હોવાની રજૂઆત કરે છે, સાચું શુ.?


હરેશ પવાર
સિહોર રાજકોટ રોડ માધવહિલ પાસે એક કોમ્પલેક્ષના પાયાઓ નખાયા ત્યારથી વિવાદના વમળમાં ફસાયું છે એક તરફ પાલિકા બાંધકામ માટેની મંજૂરી આપે છે તો બીજી બાજુ ભાજપના જ નગરસેવકો અવાજ ઉઠાવીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે સિહોર રાજકોટ રોડ માધવહીલ નજીક ભાવનગર- રાજકોટ રાજય ધોરીમાર્ગ ઉપર મોહનભાઈ દયાળભાઈ પવાસીયાની મિલ્કત આવેલી હોય તેના ઉપર તા .૨૪/૧૦/૨૦૧૮ થી ટી.પી. કમીટી પાસે વાણીજય બાંધકામ કરવા અંગેની મંજુરી માંગવામાં આવેલ , ક્ષતિયુકત જરૂરી પેપર્સની પુર્તતાના અભાવે આ કોપ્લેક્ષ હજુ સુધી મંજુર કરવામાં આવેલ નથી.તેમ છતા આસામી રાજકીય વગ ધરાવતી વ્યકિત હોય અને ગેરકાયદેસર મંજુરી વગર બાંધકામ ચાલુ કરી દેતા સિહોર નગરપાલિકા દ્વારા તા ૧૫/૧૨/૨૦૧૮ ના રોજ કામ બંધ કરવા અંગેની નોટીસ તેમજ સ્થળ સ્થિતિનું પંચરોજકામ કરી કામ બંધ કરાવવામાં આવેલ.

ત્યારબાદ આ બાંધકામ નગરપાલિકાની મીઠી નજર તળે ચાલું રાખવામાં આવેલ.જયારે સિહોર શહેરના જાગૃત નગરજન અનિલભાઈ ભાનુશંકર મહેતા દ્વારા સિહોર કોર્ટમાં રેગ્ય.દિવાની કેસ નં . ૭૯ ૬/૧૯ તા.૨૪/૬ / ૨૦૧૯ થી દાવો દાખ કરવામાં આવેલ.જેમાં પ્રતિવાદી નં.૨ નગરપાલિકા તરફથી ચીફ ઓફીસરશ્રી બાબાભાઈ આર.બરાળ ધ્વારા સોગંધનામું રજુ કરવામાં આવેલ.તેમાં પણ તેઓએ ગેરકાયદેસર બાંધકામ ચાલતું હોવાનું સ્વિકારેલ છે અને નજીકના ભવિષ્યમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કોર્ટને બાંહેધરી આપવામાં આવેલ છે.પરંતુ આજદિન સુધી આ કેસમાં ન તો આસામીને નોટીસ આપવામાં આવેલ છે કે ન તો બાંધકામ દૂર કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે.સદરહું કેસમાં તા .૪ /૬/૨૦૨૦ ની ટી.પી. કમીટીની મીટીંગમાં લીધેલા નિર્ણયો ગેરકાયદેસર હોય અને તેમાં પણ ઉપરકોત આસામીનું પ્રકરણ ટેકનીકલ ક્ષતિઓને લઈને અને કોર્ટ મેટર હોય નગરનિયોજકશ્રીનો અભિપ્રાય નામંજુર કરવાનો થતો હોય.

તેમછતા કમીટી દ્વારા શરતી મંજુરી આપવાનો નિર્ણયની વિરૂધ્ધમાં વિપક્ષ દ્વારા કલેકટર સાહેબની કોર્ટમાં દાદ માંગેલી હોય આમ આસામીનું પ્રકરણ બંને કોર્ટમાં નિર્ણયાધીન હોય તેમછતા આસામી દ્વારા બાંધકામ શરૂ રાખવામાં આવેલ હોય અને આ બિલ્ડીંગ બે માળનું તૈયાર થઈ ગયેલ હોવા છતા નગરપાલિકા દ્વારા પગલાં લેવામાં આવેલ નથી.આમ સમગ્ર પ્રકરણમાં નગરપાલિકાની મીલીભગત હોય તેવું સ્પષ્ટ જણાય છે. સમગ્ર બાબતની ગંભીરતાને ધ્યાન ઉપર લઈ આસામી દ્વારા ધ ગુજરાત ટાઉન એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ ૧૯૭૬ ” ની કલમ ૩૫/૧ નો ભંગ થતો હોય અને બાંધકામ બેરોકટોક ચાલતું હોય નગરપાલિકા દ્વારા વખતો વખતની નોટીસની બજવણી પણ થઈ હોય તેમછતા આ કામગીરી ચાલતી હોય આપના દ્વારા કલમ -૩૭ ની તળે કડક કાર્યવાહી સમગ્ર બિલ્ડીંગ જમીનદોસ્ત કરવામાં આવે અને આ કામે નગરપાલિકા દ્વારા થનાર ખર્ચ અને કાયદાકીય દંડ આસામી પાસેથી વસુલવામાં આવે તેવી માંગ નગરસેવકોએ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here