સિહોર નગરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનના વાહનો જ કચરો ફેલાવે છે ટ્રેક્ટરોમાં કચરો ઢાંકયા વગર લઇ જવાતા આખા રસ્તે કચરો વેરાય છે

સંદીપ રાઠોડ
સિહોર નગર પાલિકા દ્રારા ડોર ટુ ડોર કચરા કલેક્શન અંતર્ગત શ્રમિકો અને ટ્રેક્ટર દ્રારા ડોર ટુ ડોર કચરા કલેક્શન કરવામાં આવે છે પરંતુ તેમાં માર્ગર્દિશકાનુ કોઇ પાલન કરવામાં આવતુ નથી. કચરો ખુલ્લા ટ્રેક્ટરમાં ઔલઇ જવામાં આવે છે. જેથી આખા રસ્તા પર કચરો વેરાય છે અને દુર્ગંધ પણ ફેલાય છે. ટ્રાફીકથી ધમધમતા રસ્તાઓ પર કલાકો સુધી ટ્રેકટરઓ ખડકી દેવામાં આવતા જે તે વિસ્તારમાં માથુ ફાટી જાય તેવી દુર્ગંધ ફેલાય છે. કચરાને પગલે વિસ્તારમાં ઔરોગચાળો ફેલાવવાની પણ શંકા સેવાઇ રહી છે. ટ્રેક્ટરમાં કચરો એકઠો કર્યા પછી તેની ઉપર કશુયે ઢાંક્યા વગર જ ખુલ્લો કચરો લઇ જવાને કારણે કચરો રસ્તા પર વેરાય છે. ત્યારે એક તરફ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ ઉપાડી છે. ત્યારે ભાજપા શાસિત સિહોર પાલિકા વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગલા, ગંદકી અને કચરા કલેક્શનના વાહનો દ્રારા જ કચરો ફેલાઈ રહ્યો છે જેથી રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પરેશાન થાય છે.

બોક્સ..

કર્મચારીઓની પણ સાવચેતી રખાતી નથી

સિહોરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનમાં જે કર્મચારીઓ ફરજ બજાવે છે તેમને કોઇ પણ પ્રકારના ગણવેશ કે સુરક્ષા માટે મોજા કે અન્ય વસ્તુ આપવામાં આવતી નથી. પહેલા તો સોસાયટીઓમાં આવે ત્યારે જાણ કરવા માટે વિસ્સલ પણ આપવામાં આવતી હતી તે પણ હવે અપાતી નથી. ત્યારે સવાલો પણ અનેક ઉઠે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here