વિજય વ્યાસ લોકડાઉન થી અનલોક અને ગઇકાલ સુધી સતત ૬ માસ લોકોની વચ્ચે રહ્યા, રાત દિવસ પોતાની ફરજ ઈમાનદારી પૂર્વક નિભાવી, કોરોનાની કામગીરીમાં વિજય વ્યાસને બિરદાવવા રહ્યા


સલીમ બરફવાળા
સિહોર નગરપાલિકા વિભાગના કર્મચારી અને કોરોના કામગીરી દરમિયાન રાત દિવસ ફરજ બજાવનાર વિજય વ્યાસ કોરોના સંક્રમિત થયા છે પ્રધાનમંત્રી મોદીએ લોકડાઉન જાહેર કર્યા બાદ સિહોર નગરપાલિકાનો તમામ સ્ટાફ તેમજ દરેક સરકારી વિભાગના અધિકારી કર્મચારીઓ લોકોની વચ્ચે ખડેપગે રહ્યા છે અને કોરોનાના કાળમાં ડર્યા વગર પોતાની ફરજ નિભાવી સેવા કરી છે તમામ અધિકારી અને કર્મચારીઓની વચ્ચે નગરપાલિકાના યુવા કર્મચારી અને કોરોના કામગિરીમાં મુખ્ય રીતે તમામ સ્તરે ફરજ નિભાવનાર રાત દિવસ લોકોની વચ્ચે રહીને સતત સરકારી કામગીરી કરનારા વિજય વ્યાસને કાળમુખા કોરોનાનો ચેપ લાગ્યો છે.

લોકડાઉન સમયે કોરોના ભરખી જશે તેવા ભય સાથે જ્યારે શહેરના લોકો ડરના માર્યા ઘરમાં પુરાઈ રહ્યા હતા બજારોમાં ચકલું પણ ન ફરકે તે સ્થિતિ હતી મુખ્ય માર્ગો સુમસામ ભાસી રહ્યા હતા દિવસે ડર લાગે તે પ્રકારોનો માહોલ હતો તે સમયે વિજય વ્યાસ અને ટિમ ખડેપગે લોકોની વચ્ચે રહીને પોતાની ફરજ નિભાવી છે તે વાતનો આ લખનાર સાક્ષી છે કોરાના સામેની લડાઈ વિશ્વ આખુ લડયું છે અને આપડે પણ આ લડાઈ દેશના પ્રત્યેક નાગરિકે લડી છે ઘરમાં રહીને પણ દરેક વ્યક્તિએ આ લડાઇનો સામનો કર્યો છે આ લડાઈમાં આપણી કેટલીક જવાબદારી હતી તે જવાબદારીઓ ઉપાડી આપણે આ લડાઈનો હિસ્સો બન્યા છીએ તે પણ હકીકત છે.

પરંતુ શહેરના પ્રત્યેક નાગરિક જ્યારે કોરોનાનું નામ સાંભળી થથરતા હતા ઘરમાં પુરાઈને ભયના ઓથાર હેઠળ જીવતા હતા કરફ્યૂ જેવો માહોલ હતો તેવા ભય અને ભેંકાર સમયથી વિજય વ્યાસ સતત લોકોની વચ્ચે રહ્યા છે કામગીરી કરી છે અને ફરજ નિભાવી છે કોરોનામાં તમામ સ્તરે ઈમાનદારીથી ફરજ નિભાવનાર વિજય વ્યાસ કોરોના સંક્રમિત થયા છે ત્યારે તેઓની કામગીરી સાથે સાથે લોકોમાં તો ઠીક પરંતુ તંત્ર વિભાગો અને અધિકારીઓ સાથે સંકલનના કારણે તેઓ ખૂબ જાણીતા થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here