ઈજનેર તાવીયાડ ધોળામાં ફરજ બજાવે છે, સમગ્ર મામલો રતનપર ગામે ટીસી બદલાવવાનો છે, પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણ કારોને ઝડપી લઈ નજર કેદ કર્યા, કોરોના ટેસ્ટની કાર્યવાહી હાથ ધરાઈ


બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નજીક આવેલ રાજપરા ગામથી થોડે આગળ ગતરાત્રીના સમયે ધોળા ખાતે ફરજ બજાવતા પીજીવીસીએલ નાયબ ઈજનેર તાવીયાડનું ચાર શખસો અપહરણ કર્યાની જાણ થતાં સિહોર પોલીસે ગણતરીના સમયમાં નાયબ ઇજનેરનો છુટકારો કરાવ્યો હતો જ્યારે અપહરણ કર્તા શખ્સોને નજર કેદ કરી નાયબ ઈજનેરે નોંધાવેલી ફરિયાદના તપાસ આદરી છે ઝડપાયેલા શખ્સોના કોરોના ટેસ્ટની તજવીજ હાથ ધરાઈ છે ગતરાત્રીના ધોળા પીજીવીસીએલમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા ડી આર તાવીયાડ ભાવનગરના ચિત્રા ખાતે પોતાના ઘરે જઈ રહ્યા હતા દરમિયાન સિહોર નજીકના રાજપરા પાસે ચાર શખ્સોએ અપહરણ કર્યું હતું.

જોકે પોલીસની સઘન કામગીરીથી ગણતરીના કલાકોમાં અપહરણનો છુટકારો થયો હતો અને તમામ આરોપીઓ ઝડપાઇ જવા પામ્યા હતા સિહોર નજીક રાજપરા ગામ નજીક બનેલી ચકચારી ઘટનાને લઈ પોલીસ ફરિયાદ મુજબ ભાવનગરના ગાયત્રી મંદિર પાસે રહેતા ધોળા પીજીવીસીએલ નાયબ ઈજનેર તરીકે ફરજમાં બજાવતા દિનેશભાઈ રામશંગભાઈ તાવીયાડ ઉ.૩૬ રતનપર ગામે રહેતા શખ્સ સાથે અગાઉ ટીસી કનેક્શન મામલે બોલાચાલી થઈ હતી ગઈ સાંજના સમયે ફરજ પુરી કરી ઈજનેર તાવીયાડ કારમાં ભાવનગર તરફ આવી રહ્યા હતા ત્યારે સિહોરના રાજપરા નજીક કારમાં આવેલ ચાર જેટલા શખ્સોએ આંતરી કારમાં અપહરણ કરી લઈ જઈને માર મારી ગાળો દઈને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે ત્યારે સમગ્ર બનાવને લઈ ભારે ચકચાર મચી છે ગતરાત્રીના બનેલી ઘટનામાં સિહોર પોલીસની સાથે એલસીબી એસઓજી ડીવાયએસપી સહિત કાફલો દોડી આવ્યો હતો પોલીસે ચારેય શખ્સોને નજરકેદ કર્યા છે અને કોરોના ટેસ્ટ માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here