ઓછુ વજન-માપ આપવા સબબ સિહોર સહિત જિલ્લાના ૧૧૮ એકમો તોલમાપની ઝપટે

હરેશ પવાર
જિલ્લા તોલમાપ વિભાગ દ્વારા મુદ્રાંકન કામગીરી સબબ એકમોને પાછલા ત્રણ માસની કામગીરી માટે ૩૦-૯ સુધી છુટછાટ આપી હતી. જ્યારે સરેરાશ મહિને ૬૦૦ એકમો આવતા હોય જેના બદલે ઓગષ્ટમાં માત્ર ૪૦૦ એકમોએ મુદ્રાંકન કરાવેલ છે તો બાકી રહેલ એકમોને તાકીદ કરાઇ છે. જ્યારે મુદ્રાંકન અને વજન-માપના કેસની માંડવાળ ફી મળી પાંચ માસમાં કુલ ૨૨.૯૨ લાખની ભરપાઇ કરાઇ હતી.

જિલ્લા તોલમાપ વિભાગ દ્વારા કોવિડ-૧૯ની મહામારીના માહોલ વચ્ચે એપ્રિલથી ઓગષ્ટ સુધીમાં જિલ્લાના સિહોર, ગારિયાધાર, પાલિતાણા, મહુવા, તળાજા સહિતના વિસ્તારોમાં કુલ ૧૧૮ એકમોમાં ઓછુ વજન આપવું તેમજ પેકેઝ કોમોડીટી એક્ટનો ભંગ થતો હોવાના કેસો મળી આવ્યા હતાં. આ તમામ વેપારી પાસેથી માંડવાળ ફી પેટે રૂા.૧,૪૯,૫૦૦ની વસુલાત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here