મામલતદાર નિનામાં અને ટીમની કાર્યવાહી, ઓવરલોડ અને ખાણ ખનીજ ધંધાર્થીઓમાં ફફડાટ, ત્રણેય ટ્રકોને પોલીસ મથકે ખાતે સોંપી દેવાઈ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર સહિત તાલુકાના ગ્રામ્ય પંથક અને ઉમરાળા વલ્લભીપુર વિસ્તારોમાં ખનીજ માફિયાઓ બેફામ બની કુદરતી સંપત્તિને લૂંટી રહ્યા છે કેટલાક ખનન માફિયાઓ મનફાવે ત્યાં ધાપ બોલાવી ખનીજ ચોરી કરી રહ્યા છે ત્યારે સિહોર મામલતદાર નિનામાંએ ત્રણ ટ્રકો ઝડપીને કાર્યવાહી કરી છે ઓવરલોડ અને પાસ પરમિટ વિના ગેર કાયદેસર રેતી વહન કરતા ટ્રક –ડમ્પરો ઝડપી લેતા ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે કેટલાક ખનીજ માફિયાઓ ખાણ ખનીજ અધિકારીની છત્ર છાયા નીચે રેતી અને કાંકરાની ચોરી કરી નદીઓના પાટ સાફ કરી નાખ્યા છે .

ડુંગરો-ડુંગરીઓના અસ્તિત્વ સામે ખતરો પેદા થયો હોય તેમ જમીનદોસ્ત કરી નાખ્યા છે ત્યારે સિહોરના મામલતદાર નિનામાં મેદાનમાં આવ્યા છે ત્રણ ઓવરલોડ અને પાસ પરમિટ વિના ગેર કાયદેશર ખનીજ વહન કરતા ટ્રક –ડમ્પરો ઝડપી સપાટો બોલાવ્યો છે ગેરકાયદેસર રીતે રેતી ભરીને ટ્રક પસાર થતા હોવાની બાતમી સિહોર મામલતદાર નિનામાને મળતા તેઓ આ ત્રણ ટ્રકને અટકાવી તેની પૂછપરછ કરતાં આ ટ્રકમાં ગેરકાયદેર રીતે રેતી ભરી હોવાનું જાણવા મળેલ

આ ત્રણેય ટ્રકોને સિહોર પોલીસને સોંપી મામલતદાર નિનામા દ્વારા ટ્રકચાલકો વિરુધ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીના કારણે ઓવરલોડ કે પાસ પરમિટ વિના ગેર કાયદેશર ખનીજ વહન ટ્રક –ડમ્પરો ના માલિકોમાં ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here