સિહોરના ટાવરચોક બગીચાની દિવાલે મુકાયેલી કચરા પેટીમાંથી કચરાનો નિકાલ નહીં થતાં પેટીની આસપાસ ગંદકી ફેલાઇ રહી છે

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરમાં તંત્ર દ્વારા ઠેકઠેકાણે કચરાપેટી મુકવામાં આવી છે. જેમાં એકઠો થતો કચરો નિયમીત રીતે ઉપાડવામાં આવતો હોય છે. ત્યારે ટાવર ચોક બગીચાની દીવાલે મુકવામાં આવેલી કચરાપેટીઓના કચરાનો નિકાલ સમયસર નહીં થતાં ભરાવાથી આસપાસ ગંદકી ફેલાઇ રહી છે જેના પગલે પસાર થનાર લોકોને દુર્ગંધનો સામનો કરીને પસાર થવું પડે છે.દુર્ગંધનો સામનો કરીને પસાર થવું પડે છે શહેર સ્વચ્છ રહે તે માટે સ્થાનિક તંત્ર દ્વારા અવાર નવાર સફાઇ અભિયાન હાથ ધરવામાં આવે છે તો બીજી તરફ ઝુંબેશ પણ ચલાવવામાં આવતી હોય છે અને ગંદકીને દુર કરવા માટેના પ્રયત્નો કરાતાં હોય છે.

શહેરના જાહેર વિસ્તારોમાં પણ લોખંડની કચરાપેટી મુકવામાં આવી છે ત્યારે સિહોરના ટાવરચોક બગીચાની દીવાલે કચરાપેટી મુકવામાં આવી છે. આ પેટીમાં એકઠા થતાં કચરાનો નિયમિત નિકાલ પણ કરવામાં આવતો હોય છે પરંતુ આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભરાયેલી કચરાપેટીના કચરાનો યોગ્ય નિકાલ નહીં થતાં દિનપ્રતિદિન ગંદકીથી કચરાપેટી પણ ખદબદી રહી છે. ત્યારે સંપુર્ણ કચરાપેટી ભરાઇ જવા છતાં કચરાનો નિકાલ નહીં થતાં પેટીની આસપાસ પણ ગંદકી ફેલાઇ રહી છે. જેના પગલે અહીંથી પસાર થતા લોકોને નાકે ડૂચા દઈને પસાર થવું પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here