સિહોર ૧૦૮ ટીમની શ્રેષ્ટ કામગીરી, પોતાના જીવ જોખમે મૂકીને બીજાના જીવ બચાવે છે ૧૦૮ ના કર્મચારીઓ

હરેશ પવાર
વિશ્વમાં કોરોના એ હાહાકાર મચાવી દીધો છે. ગુજરાતમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.કોરોના વાયરસના ચેપને ફેલાવાથી રોકવા માટે સમગ્ર દેશમાં ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન આપવામાં આવ્યું છે. આ નિર્ણયના કારણે લોકો પોતાના ઘરમાં કેદ છે. પ્રશાસન, પોલીસ તંત્ર, મેડિકલ અને તબીબબ ક્ષેત્રની ટિમો,મીડિયા કર્મી સાથે ૧૦૮ ઇમરજન્સી સર્વિસના કર્મીઓ પણ આ કોરોનાની લડતમાં દેશ માટે લડી રહ્યા છે ત્યારે આ મહામારી વચ્ચે ૧૦૮ કર્મીઓ પોતાની ફરજ પર અડગ જોવા મળે છે.

કોરોના વાયરસની મહામારી વચ્ચે સિહોર શહેરની ૧૦૮ની ટીમએ જીવના જોખમે અત્યાર સુધીમાં અનેક કેસ હેન્ડલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ મહામારીના સમયે પણ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાનું કામ જોખમ ભર્યું છે. ત્યારે તબીબો, પોલીસ, સફાઈ કર્મીઓ સહિત 108ના કર્મીઓ પણ કોરોના વાયરસના કહેર વચ્ચે જીવની પરવા કર્યા વિના ફરજ બજાવી રહ્યા છે. સમગ્ર દેશમાં કોરોના વાયરસ સામે આરોગ્યની ટીમો અને પોલીસ તંત્ર કામ કરી રહ્યું છે.

ત્યારે સિહોર ૧૦૮ ના ડો..ભરતસિંહ પરમાર અને વિપુલ જસાણી પાઈકોટ..સુરેશ કોરડીયા અને હરદેવસિંહ ગોહિલ સુપરવાઈઝર..ચેતન ગાંધેએસર પોગ્રામ મેનેજર નરેશભાઈ ડાભી પ્રભાતસિંહ મોરી દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તે સરાહનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here