સિહોર ૧૦૮ ના કર્મચારીઓની પ્રમાણિકતાને સો સો સલામ

બ્રિજેશ ગૌસ્વામી
થોડા દિવસ પહેલા ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા સિહોરના સરકારી હોસ્પિટલમાં એક સિરિયસ હાલતમાં મહિલા દર્દીને સારવાર માટે લાવવામાં આવેલ જેમાં સારવાર દરમ્યાન મહિલા દર્દીનું મોત નિપજેલ. મહિલા દર્દીની સોનાની બુટી ૧૦૮ માંથી મળી આવતા ૧૦૮ ના ઈકબાલભાઈ પરમાર અને લાલુભાઈ દેસાઈ એ સરકારી હોસ્પિટલના અધિકારીને મળી ને વિગતો જણાવીને તેમને સોંપી દીધેલ. મૃતક મહિલા દર્દીના જમાઈને આ વાતની જાણ ન હોવાથી તેમને સરકારી હોસ્પિટલના કર્મચારી દ્વારા જાણ કરતા તેઓએ નમૂના રૂપે બીજી બુટી સાથે લાવીને લઈ ગયા હતા. અહીં કોરોના મહામારીમાં લોકો આર્થિક સંકડામણમાં ફસાયેલા છે ત્યારે અહીં સિહોર ૧૦૮ ઇમરજન્સી સેવામાં ફરજ બજાવતા બંને કર્મચારીઓની ઈમાનદારીને દાદ આપવી પડે. સોનાની બુટીમાં તેઓને તેના મૂળ મલિક સુધી પહોંચે તે માટે તેમની ઈમાનદારી દાખવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here