આજ સવારે દાદાનીવાવ વિસ્તારમાં ઘટના બની, જૂનાગઢ તરફની એસટી બસની બ્રેક ફેઈલ 108 એમ્બ્યુલન્સની પાછળ ઘુસી ગઈ, 38 હજારના નુકશાનની પોલોસમાં ફરિયાદ

હરેશ પવાર
સિહોરમાં આજે સવારે 10/30 વાગ્યા આસપાસ અકસ્માત સર્જાયો હતો ઇમરજન્સી કામે જઈ રહેલ 108 એમ્બ્યુલન્સનો અકસ્માત સર્જાયો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી સામાન્ય રીતે અકસ્માતોના બનાવોમાં ઇજાગ્રસ્તને બચાવવા માટે સતત 108 દોડતી હોઈ છે પરંતુ ક્યારેક 108 ને અકસ્માત નડી જાય છે આજે શહેરના દાદાનીવાવ મઢુલી પાસે સવારે 10/30 વાગ્યા આસપાસ સિહોરની ઇમરજન્સી સેવા પૂરી પાડતી એમ્બ્યુલન્સ જી જે.૧૮ જી.બી.૦૧૩૫ સાથે

ગુજરાત રાજ્ય પરિવહન ની એસ ટી બસ જૂનાગઢ ભાવનગર જી.જે.૧૮ ઝેડ ૨૦૯૫ ની બસ ની બ્રેક ફેઇલ થતા સિહોર ની ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ ના પાછળ ના ભાગે દરવાજા સહિત ને નુકશાન સાથે આશરે ૩૮૦૦૦/-_નું નુકશાન થવા પામેલ હોય જે અંગે આ ૧૦૮ એમ્બ્યુલન્સ ના ડ્રાઈવર અજયસિંહ.બી.ગોહિલ દ્વારા સિહોર પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરવા માં આવેલ છે જે અંગે ની પોલીસ તપાસ હાથ ધરવામાં આવેલ છે ઉલ્લેખનીય છે કે બનાવને લઈ ટ્રાફિકથી ધમધતા વિસ્તારમાં અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here