પ્રશ્રોના નિરાકરણ માટે રાજય સરકારે લેખિતમાં બાંહેધરી આપતા, રાજયની આરોગ્ય સેવાને માઠી અસર પહોંચતી હોવાથી સરકારે બેઠક યોજી નિરાકરણ લાવી દીધુ

હરેશ પવાર
ગત રોજ ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્રોને લઈને મળેલી બેઠકમાં લેખિત બાંહેધારી આપવામાં આવતા હડતાળનો સુખદ અંત આવ્યો હતો ગઈકાલથી સિહોર પંથકમાં પણ ૮૦ આરોગ્યકર્મીઓ કામગીરીમાં જોડાઈ ગયા હતા સિહોર પંથકના ૮૦ સહિત ગુજરાતભરના ૩૫૦૦૦ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીને લઈને સરકાર સામે બાંયો ચડાવી હતી.

તેઓ ૧૭ ડિસેમ્બરથી અચોકક્સ મુદતની હડતાલ પર ઉતરી ગયા હતા. ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અચોક્કસ મુદતની હડતાળનું એલાન કરવામાં આવ્યુ હતુ. જેમાં, રાજયભરની સાથોસાથ સિહોરના આરોગ્યકર્મીઓ પણ જોડાયા હતા. ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના હોદેદારો તેમજ જિલ્લાના હોદેદારો સાથે બેઠક યોજીને પડતર પ્રશ્રોના નિરાકરણ માટે ચર્ચા કરી હતી. ત્યારબાદ, પ્રશ્રોના નિરાકરણ માટે લેખિતમાં બાંહેાધરી આપતા નવ દિવસ ચાલેલી હડતાલનો સુખદ અંત આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here