કોરોના વચ્ચે મચ્છરજન્ય રોગચાળાની દહેશત, ગટરોની સમસ્યાના મુદ્દે સ્થાનિક રહીશો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત છતાં કોઈ પગલાં લેવાતા નથી, જોકે નવા પ્રમુખથી લોકોને અપેક્ષા

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર વડલાચોક અને સુરકાના દરવાજા વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી ઉભરાતી ગટરોને લઈ સ્થાનિકોના આરોગ્ય સામે ભયંકર જોખમ ઉભુ થવા પામ્યું છે. આ અંગે સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે આ વિસ્તારમાં રોગચાળા રૃપી આફત ત્રાટકે તે પૂર્વે સબંધિત તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.સિહોર પંથકમાં કોરોનાએ પગપેસારો કર્યો છે અને પ્રજાજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે આ પરિસ્થિતીમાં સુરકાના દરવાજા અને વડલાચોક વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી ગટરના દૂષિત પાણી ઉભરાઈને જાહેર માર્ગો પર રેલાતા માખી-મચ્છરોનો ઉપદ્રવ બેફામ બન્યો છે અને સ્થાનિકોને રોગચાળામાં સપડાવાની ભીતિ કોરી ખાઈ રહી છે.

જાહેર માર્ગો ઉપર ગટરના દૂષિત પાણી ભરાઈ રહેતા માથું ફાટી જાય તેવી દુર્ગંધ ફેલાય છે. ગટરના દૂષિત પાણી ભરાવાના કારણે રાહદારીઓને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરના દૂષિત પાણી ઉભરાઈને મુખ્ય માર્ગ ઉપર રેલાઈ રહ્યાં છે જેના કારણે આ વિસ્તારમાં માખી-મચ્છરનો ત્રાસ બેફામ બન્યો છે. આ અંગે તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. સબંધિત તંત્ર સત્વરે આળસ ખંખેરે અને આ સમસ્યાનો નિકાલ કરે તેવી માંગ છે ઉલ્લેખનીય છે નવ નિયુક્ત પ્રમુખ વિક્રમભાઈ પાસે લોકોને ખૂબ આશાઓ રહેલી છે જેથી વહેલી તકે પ્રશ્ન હલ થાય તેવું લોકો ઇચ્છિ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here