સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે ધમધમાટ, નવા રોટેશનને લઈ ખેરખાઓ માટે અગ્નિપરીક્ષા સમાન

મિલન કુવાડિયા
આગામી ડિસેમ્બર મહિનામાં જિલ્લાની તાલુકાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના હોદ્દેદારોની મુદત પૂર્ણ થવાના આરે છે ત્યારે રાજકારણમાં રસ ધરાવતા નેતાઓ તથા કાર્યકરોમાં ચૂંટણી પૂર્વેનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અને નવા રોટેશનને લીધે કેટલાક ખેરખાઓને કાતો બેઠક બદલવી પડશે અથવાતો પોતાના મળતીયાઓને મેદાનમાં ઉતારવા પડે તેવી નોબત આવે તો નવાઈ નહી સિહોર તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટેનું સીમાંકન જાહેર કર્યુ છે. સ્થાનિક બેઠકોમાં કરાયેલા ફેરફાર લઈને ચૂંટણી લડવાના સ્વપ્નોમાં રાચતા રાજકીય લોકોને નવેસરથી બાજી ગોઠવવી પડશે અને તેમાં જો રાજકીય પક્ષ ધ્વારા ટીકીટ અન્ય કોઈને મળે તો તેના માટે શુ કરવુ તેની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. સિહોર તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે રાજ્ય ચૂંટણી પંચ ધ્વારા નવુ રોટેશન જાહેર કરાયુ છે.

તેના લીધે કેટલીક બેઠકો પર નવા મુરતીયા ચૂંટણી લડવાના સ્વપ્નોમાં સાચીને અનુભવી રાજકારણીયોની રાય લેવા માટે તેમના શરણે જવાનું શરૂ કરી દીધુ છે.  તાલુકા પંચાયતના નવા રોટેશન લઈને બંને પક્ષના મોભીઓની ચૂંટણી બાદ કોનામાં કેટલી કુનેહ છે તે ખબર પડી જશે. હાલ તો તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે જે નવુ રોટેશન પ્રસિધ્ધ થયુ છે તેને લઈને બેઠકોની ફાળવણી બાદ કેટલીક બેઠકો પર વિવિધ વર્ગના ઉમેદવારોને દીવો લઈને શોધવા નીકળવુ પડે તેમ લોકો કહી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોનો કેવો દેખાવ રહેશે તે તો સમય બતાવશે તેમ છતા હાલ તો અપક્ષો સહિત ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓ પોતપોતાની રીતે રાજકીય ગણિત માંડીને પોતાની રીતે અર્થઘટન કરવામાં વ્યસ્ત બની ગયા છે અને દરેક માટે કપરા ચઢાણ છે તે નક્કી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here