માલધારી આગેવાનો ફરી મેદાનમાં આવ્યા, તાકીદે ગૌચર દબાણો હટાવાની માંગ કરી, રજૂઆતો ગૌચર હટાવવાની થાય છે અને તંત્ર લોકોના ધંધા બંધ કરાવી દબાણ હટાવામાં વ્યસ્ત છે


હરેશ પવાર
સિહોરનું તંત્ર અજીબો ગરીબ છે ગૌચરની જગ્યાઓ ખુલ્લી કરવા માટેની રજૂઆતોને ધ્યાને લેવાતી નથી અને લોકોના ધંધાઓ બંધ કરાવી દબાણ હટાવવામાં તંત્ર વ્યસ્ત છે આજે ફરી માલધારી આગેવાનો રજુઆત કરીને દબાણો હટાવવાની માંગ કરી છે ૧૫ દીવસ પહેલા ગૌચરની જમીન પર દબાણ દુર કરવા આવેદન પત્ર આપવામાં આવેલ પરંતુ હજી સુધી તંત્ર દ્વારા કોઇપણ કાર્યવાહી કરવામાં આવેલ નથી . હાલ ખરેખર સરકારશ્રી દ્વારા તમામ પંચાયતોને એવી સુચના પણ આપવામાં આવેલ છે કે , ગૌચર જમીન ઉપરના દબાણો દુર કરવા તેમજ વોલ સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ ડીમોલેશન કરવામાં આવે છે.

જેમાં ખરાખર ગૌચર જમીનનું દબાણ દુર કરવાની જરૂરીયાત છે આવેદન પત્ર આપ્યા તેને ૧૫ દીવરા થયેલ ને આવેદન પત્રની આપે શું ગંભીરતા લીધી ને ગંભીરતા લીધી તો તેની શું કાર્યવાહી કરવામાં તે જણાવવાની માંગ આગેવાનોએ કરી છે સિહોર શહેર તથા સિહોર તાલુકાના ગામડામાં માલઢોરને ચારણ માટે કોઇ જગ્યા રહી નથી તો તે અંગેની કાર્યવાહી વહેલી તકે કરવા વિનંતી . આગામી ૧૦ – દીવસમાં જો આ બાબતની કોઇ ગંભીરતા લેવામાં નહી આવે તો પશુ પાલન માં ઢોર સાથે કચેરીએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here