કંસારા બજાર યુવક મંડળ અને ધર્મરક્ષા સમિતિ દ્વારા રવિવારથી સાત દિવસ થશે ઉકાળાનું વિતરણ, લાભ લેવા અનુરોધ

સલીમ બરફવાળા
દેશ શહિત રાજ્યભરમાં કોરોના હવે પોતાનું વિકરાળ રૂપ દેખાડી રહ્યો છે. દિવસે દિવસે કોરોના પોઝિટિવ કેસોના આંકડા કૂદકે ભૂસકે વધી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં પણ કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે જેમાં સિહોરમાં ખાસ કરીને કંસારા બજાર તેમજ આસપાસના વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસોનો ચિંતાજનક વિસ્ફોટ થઈ રહ્યો છે જેને લઈને અહીંની સામાજિક સેવા કરતી સંસ્થા કંસારા બજાર યુવક મંડળ અને ધર્મરક્ષા સમિતિ હરકતમાં આવીને કોરોના સામે રક્ષણ આપતા આયુર્વેદિક ઉકાળા નું વિતરણ શરૂ કરવામાં આવી રહ્યું છે. આયુષ મંત્રાલય ની ગાઈડલાઈન મુજબ રોગપ્રતિકારક શક્તિ વધારતા ઉકાળા નું વિતરણ આગામી તા.૧૩ ઓગષ્ટ થી ૧૯ ઓગષ્ટ સુધી સવારના ૭:૩૫ થી ૮:૩૦ સુધી મારુ કંસારા જ્ઞાતિની વાડી કંસારા બજારમાં કરવામાં આવશે. આ ઉકાળા વિતરણ નો કંસારા બજાર તેમજ આસપાસના વિસ્તારોના લોકોએ લાભ લેવા આયોજક દ્વારા વિનંતી કરવામાં આવી છે. આ ઉકાળા વિતરણ નો લાભ એક દિવસ પહેલા નીચે આપેલ સંપર્ક સૂત્રો ઉપર નામોની યાદી જણાવવા અનુરોધ કરાયો છે

બોક્સ

સંપર્ક સૂત્ર

આશિષ પરમાર
મો.૯૪૨૮૪૯૩૧૩૧
ઝુબીન જાદવ
મો.૯૭૨૭૯૭૯૦૯૭
મહેશભાઇ પરમાર
મો.૯૮૨૫૩૩૭૦૯૦
રમેશભાઇ ગઢાદરા
મો.૭૦૪૧૬૦૫૫૨૮
રજનીકાંતભાઇ ગોરડિયા
મો.૯૮૨૫૨૦૮૦૭૧
રાજુ (મણી)
મો.૮૦૦૦૧૨૧૯૪૬
નિતિનભાઇ સથવારા (લાલાભાઇ પાનવાળા)
મો.૯૮૯૮૨૪૫૨૮૪

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here