ગૌતમેશ્વર તળાવની સપાટી વધુ ૩ ફૂટ વધી, ગઇકાલે રાત્રે પડેલા વરસાદના કારણે સપાટી ૨૪ ફૂટ આસપાસ પોહચી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરને પાણી પુરું પાડતા ગૌતમેશ્વર તળાવની સપાટી ૨૪ ફૂટની નજીક પહોંચી છે. ૨૭ ફૂટએ ઓવરફલો થતાં આ તળાવમાં ગઈકાલે રાત્રે પડેલા વરસદનથી ત્રણ ફૂટનો પાણીનો વધારો થયો છે. જો કે હાલ ધીમી આવક શરૂ છે. ગૌતમેશ્વર તળાવમાં સિહોર પંથકના સાગવાડી, બોરડી સહિતના ગામોમાંથી પાણીની આવક થતી હોય છે. શુક્રવાર રાત્રે પડેલા વરસાદના પગલે ગૌતમેશ્વરમાં બે ફૂટ નવાનીર આવ્યા છે સપાટી ૨૧ ફૂટથી વધીને ૨૪ ફૂટની નજીક છે. સિહોરની પ્રજાનો જીવ સમા ગૌતમેશ્વર તળાવમાં ગઈકાલે ઉપસવાસ પડેલા વરસાદને કારણે નવા નીરની આવક થવા પામી છે.

જેને લઈ શહેરમાં ચોમેર આંનદ છવાયો છે ગતવર્ષની જેમ આ વર્ષે સિહોર અને પંથકમાં મેઘરાજા મહેરબાન થતા ગૌતમેશ્વર તળાવની સપાટી ૨૪ ફૂટના આરે પોહચી છે જેથી લોકોમાં રાહતની આનંદની લાગણી જન્મી છે. ત્યારે ગૌતમેશ્વર ઓવરફ્લો થવાના એંધાણ હાલ દેખાઈ રહ્યા છે અને ફરી જમીનના તળ ઉંચા આવવાની આશા જીવંત બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here