વરસાદને કારણે ભેજ ઉતરતા શોર્ટ સર્કિટ થવાનો ભય રહે છે, વડોદરા જેવી ગંભીર દુર્ઘટના સર્જાઈ તે પહેલાં ચેકીંગ કરવું જરૂરી

શંખનાદ કાર્યાલય
અમદાવાદ-વડોદરાની ખાનગી કોવિડ હોસ્પિટલોમાં શોર્ટ-સર્કીટને કારણે જે પ્રકારે આગ લાગી હતી તે જ પ્રકારની જૂના-જર્જરીત વીજ વાયરીંગની સ્થિતિ સિહોરની કેટલીક ખાનગી હોસ્પિટલો અને ક્લીનિકોમાં પ્રાથમિક અને ચોંકાવનારી વિગતો બહાર આવી છે બરોડા અને અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં જૂનવાણી વીજવાયરો જોખમી બની રહ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે સિહોરની કેટલીક જૂની બાંધકામ વાળી ચાલતી ખાનગી હોસ્પિટલ ક્લિનિકો પૈકી મોટાભાગની હોસ્પિટલ અને ક્લિનિકોના મકાનોના બાંધકામ વર્ષો જૂના હોવાથી જૂના વીજવાયરો વર્ષોથી હશે વરસાદને લીધે જૂના બિલ્ડિંગોમાં ભેજનો પ્રશ્ન પણ ગંભીર છે. આ સંજોગોમાં હોસ્પિટલોમાં શોર્ટ સર્કિટની ઘટના ન બને તે જરૂરી છે નાનકડી બેદરકારી ગમે ત્યારે ખાનગી હોસ્પિટલ ક્લિનિકો પર જોખમ ઊભુ કરી શકે છે તેવી ભીતિ સેવાઇ રહી છે ત્યારે જવાબદાર તંત્ર ચેકીંગ હાથ ધરી તેવી લોકોમાં ચર્ચાઓ ઉઠી છે જેથી બરોડા અમદાવાદ જેવી ઘટનાઓનું પુનરાવર્તન થતા અહીં અટકી શકે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here