રાજ્યભરમાં ૩ દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે શહેર અને પંથકમાં ગતરાત્રીના ઠેર ઠેર, આગામી ૩ દિવસમાં વરસાદી ઝાપટાં શરૂ રહેશે

દેવરાજ બુધેલીયા
સમગ્ર ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદ વરસવાની આગાહી વચ્ચે સિહોર અને પંથકમાં વાદળોની આવન-જાવન વચ્ચે ગઈકાલે રાત્રીના વરસાદી માહોલ જામતા સિહોરવાસીઓએ રાહત અનુભવી હતી. વાદળોની ગર્જના તેમજ વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની પધરામણી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ઠેરઠેર વરસાદની શરૂઆત થયા હોવાના અહેવાલ સાંપડયા હતા એક સપ્તાહથી મેઘરાજાએ વિરામ ફરમાવ્યો હતો. વરસાદી વિરામ વચ્ચે મહત્તમ તાપમાનનો પારો ઉંચે જતા અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધુ રહેતાં સિહોરવાસીઓ બાફ અને ઉકળાટભર્યા વાતાવરણનો સામનો કર્યો હતો. જો કે ગઈકાલે રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વીજળીના કડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. આ સાથે સિહોર શહેર સહિત પંથકમાં ઠેરઠેર વરસાદની એન્ટ્રી થઈ હતી વાદળોની ગર્જના વચ્ચે સમગ્ર સિહોર અને પંથકમાં વરસાદી માહોલ જામતા ઉકળાટભર્યા વાતાવરણમાંથી છૂટકારો અનુભવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here