નગરપાલિકા આપને દ્વાર સહિતના અનેક પ્રજાલક્ષી થશે કામો, પાણી તેમજ મુખ્ય સમસ્યાઓ પાછળ સતત છીએ થોડા સમયમાં સોલ્યુશન લાવીશું, જનતાના કામો સરળ ઝડપી થાય તેવા તમામ પ્રયાસો હાથ ધરાયા,

હરેશ પવાર
સિહોર નગરપાલિકાના નવા નિમાયેલ પ્રમુખ વિક્રમભાઈ નકુમ શહેરના નગરજનોની ચિંતા લઈ વિવિધ પ્રશ્નો ને નિવારણ અંગે રાત દિન એક કરી રહ્યા છે પ્રમુખ વરણીને માત્ર હજુ થોડા દિવસો થયા છે ત્યાં એક પછી એક નિર્ણયો પ્રજાજનોના હિતમાં લેવાઈ રહ્યા છે સિહોર પાલિકા પ્રમુખે તમામ નગરસેવકોને સાથે રાખી અને પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર દવે અને પાલિકાના તમામ વિભાગના અધિકારી ઓ સુપરવાઈઝરો ને સાથે રાખી જે તમામ વોર્ડ માં “સિહોર નગરપાલિકા આપના દ્વારે””.કાર્યક્રમ આવતા અઠવાડિયાએ જે વોર્ડ ન.૯ થી શરૂ કરવામાં આવશે અને વોર્ડ ના પ્રશ્નો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવશે અને હવે અરજદારો ને કચેરી સુધી ધક્કાઓ ખાવા નહિ તેમજ સિહોર શહેરના તમામ વોર્ડ માં જે કોઈ ભૂતિયા (ગેરકાયદેસર) નળ કનેક્શન ધારકોને રૂ.૨૦૦૦ ની જગ્યા માત્ર ને માત્ર…રૂ.૫૦૦માં .કાયદેસર કરી આપવામાં આવશે.

જ્યારે સિહોરના નગરજનોને રેગ્યુલર પ્રેસર થી પીવાનું પાણી મળી રહે અને એકાંતરે પાણી મળી રહે તેના આગોતરા આયોજન માટે વોટરવર્કસ વિભાગના અધિકારીઓને સાથે રાખી મુખ્ય ટેન્ક ખાતે રૂબરૂ સ્થળ મુલાકાત લઈને નીરક્ષણ કરી સમીક્ષા કરી છે શહેરના નગરજનો ને ફિલ્ટરપ્લાન્ટથી શુદ્ધ પીવા નું પાણી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાયા છે સિહોર એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી મુલાકાત લઈ ક્રિકેટ ગ્રાઉન્ડ માં જોગીગ પાર્ક તેમજ રિવરફ્રન્ટ હાઇવે ઉપર ના ડિવાઈડર પર ગરીબશાપીર થી લઈ સર્વોત્તમ ડેરી સહિત સુધી સ્ટ્રીટ લઈથી ઝગમગાવાશે તેમજ જે વોર્ડ માં રોડ રસ્તા ગટર સ્ટ્રીટલાઈટ સહિત પ્રાથમિક સુવિધાઓ થી વંચિત ન રહે તે માટે પદાધિકારીઓ અધિકારીઓના સંકલન સહયોગ અને સહકારથી કામગીરી જે મારે અઢી વર્ષ નહિ માત્ર બે વર્ષ હાથ હોય જનતાના હિત ના કામો ઝડપથી થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે અને નગરજનો ના કોઈપણ પ્રશ્નો હોય લેખિતમાં મને રૂબરૂ મળી શકશે અને તમામ જનતા નો સાથ સહકાર મળે તેવી અપીલ પણ વિક્રમભાઈ નકુમે કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here