મુકેશ જાનીએ આંદોલનની ચીમકી ઉચ્ચારી અને કહ્યું તંત્ર સંપૂર્ણ નિષફળ છે, જમનાબેન ચેકડેમ માંથી ગંદા પાણીનો નિકાલ નહિ થાય તો બે સોસાયટીના લોકોને સાથે રાખી જનઆંદોલન કરશું,

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેરની ગૌતમી નદીમાંથી વહેતા ગંદા પાણીનો તાકીદે નિકાલ કરવાની માંગ વિપક્ષે કરી છે અને કહ્યું કે નગરપાલિકાનું વહીવટ તંત્ર સંપુર્ણપણે નિષ્ફળ છે લોકોની રજૂઆતો પૂરતી કામગીરી કરવામાં આવે છે પોતાની જવાબદારી સમજી અને યોગ્ય દિશામાં પગલાં લેવામાં આવતા નથી ભીમનાથ મહાદેવ પાસેનો ચેકડેમ ગંદા પાણીથી ભરાઈ જવાને લઈને વોર્ડના લોકોની બુમરેંગ થતા આ ચેકડેમમાંથી ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તે વખતે ચીફ ઓફીસરને રજુઆત કરેલ કે સમગ્ર ચેકડેમમાં આ પરિસ્થિતિ છે અને આગળ જતા આ પાણી જમનાબેન ચેકડેમ પાસે જઈને અટકી જશે જેને કારણે ગૌતમેશ્વર નગર , શિવશકિત , સ્વરૂપભારતી નગર , સ્વસ્તિક સોસાયટી , મારૂતીનગર વગેરે સોસાયટીઓના રહીશો આ દુર્ગધયુકત ગંદા પાણીને લઈને તેમજ મચ્છરજન્ય રોગો થવાની સંભાવના રહેલી છે.

તેમછતા ચીફ ઓફીસરે આ બાબતની ગંભીરતા ધ્યાનમાં લીધેલ નથી . આજે જમનાબેન ચેકડેમ સંપુર્ણપણે છલોછલ ભરાઈ ગયેલ છે . તેમજ ગૌતમી નદીના પટમાં બંને બાજુથી નગરપાલિકાની મીઠી નજર તળે દબાણો વધી ગયેલ હોય પટ સાંકડો થઈ ગયેલ છે અને આજુબાજુના રહીશો દુર્ગથી રહી શકતા નથી તેમજ વોર્ડ ૪ અને ૫ માં ઘરે ઘરે માંદગીના ખાટલાઓ છે . તદઉપરાંત નજીકના રહીશોના ઘરમાં ઝેરી જીવડાઓનો ત્રાસ વધી ગયેલ છે . આ સીવાય સમગ્ર સિહોરમાં નગરપાલિકા દ્વારા રોજબરોજની સફાઈના અભાવે કે દવાના છંટકાવ ન થવાના કારણે પણ રોગચાળો વધી ગયેલ છે . આમ સમગ્ર બાબત નગરપાલિકાની બેદરકારીને લઈને ઉભી થયેલ છે . સિહોર નગરપાલિકા દ્વારા બાવન કરોડ રૂપીયાના ખર્ચે નાખવામાં આવેલ ગટર લાઈનમાં થયેલ કૌભાંડને લઈને આ રકમ ગટર થઈ ગયેલ હોય અને સિહોરની હાલત ગટરની બાબતમાં ગંભીરતા સ્વરૂપ ધારણ કરે તેવી બની ગયેલ છે.

તાત્કાલીક અસરથી જો જમનાબેન ચેકડેમ પાસેથી આ ગટરગંગાનો નિકાલ કરવામાં નહી આવે તો ખુબ જ ગંભીર પરિસ્થિતિ ઉભી થવાની સંભાવના રહેલી છે . અને નગરપાલિકા દ્વારા ગટરમાં થયેલા ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ કરવામાં નહી આવે તેમજ બાકી રહેલા ગટરના કામોને પૂર્ણ કરવા સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં નહી આવે તો વર્ષોવર્ષ આજ પરિસ્થિતિ ઉભી થવાની છે આ બાબતની ગંભીરતા પૂર્વક આગળની કાર્યવાહી કરવામાં નહી આવે તો અસર કરતી સોસાયટીઓના ૨ હીશોને સાથે રાખી અમોએ જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here