નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે સિહોર શહેર ભાજપ દ્વારા સેવા સપ્તાહ ઉજવણીનો પ્રારંભ


હરેશ પવાર
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસની ઉજવણીરૂપે પ્રદેશ ભાજપની યોજના મુજબ વિવિધ સેવાકીય કાર્યો થકી ‘સેવા સપ્તાહ’ ઉજવવા આયોજન કરાયુ છે. તે અંતર્ગત સિહોર શહેર ભાજપ પ્રમુખ શંકરમલ કોકરાના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા આજથી સેવાકીય કાર્યક્રમો યોજવાનો આરંભ કરાયો છે જેમાં જરૂરતમંદ દિવ્યાંગોને સાધન સહાય, સફાઇ ઝુંબેશ, ડીડીટી છંટકાવ, વૃક્ષારોપણ, માસ્ક વિતરણ, રકતદાન કેમ્પ, ચશ્મા વિતરણ, નોન કોવિડ હોસ્પિટલોમાં ફ્રુટ વિતરણ સહીતના કાર્યક્રમો યોજાશે.

દરેક વોર્ડમાં ઇ-બુકનું લોન્ચીંગ કરાશે. નરેન્દ્રભાઇ મોદીએ કરેલા વિકાસ કાર્યો અંગે જીવન કવન વર્ણવવા વેબીનાર યોજવામાં આવશે. આ માટે ઇન્ચાર્જ આગેવાનોની વરણી પણ કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે સિહોર વોટરવર્ક્સ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો અહીં ભાવનગર જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ શૅટા, ઉમેશભાઈ મકવાણા, ગિરિરાજસિંહ ગોહિલ, હંસાબેન પરમાર, રાકેશભાઈ છેલાણા, વિક્રમભાઈ નકુમ, શંકરમલ કોકરા તેમજ સિહોર શહેર ભાજપ ના તમામ હોદ્દેદારો કાર્યકર્તા, નગરસેવકો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here