મુસાફરોના જીવ ઘડીભર અધ્ધરતાલ થઈ ગયા-તમામનો આબાદ બચાવ


દેવરાજ બુધેલીયા
સિહોરના ખાખરીયા ના પાટિયા નજીક આજે સવારના સમયે ખાનગી બસ નં જીજે ૧૪ વાય. ૯૫૯૨ ના ચાલકે એક્ટિવા ચાલકને બચાવવા જતા સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી બેસતા બસ રોડ નીચે ઉતરી જતા ઘડીભર બસમાં બેઠેલા મુસાફરોના જીવ અધ્ધરતાલ થઈ ગયા હતા. બસમાં સવાર મુસાફરો ને ઇજા પહોંચતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ખાનગી બસ ગારીયાધાર થી ભાવનગર તરફ જતી હતી તે વેળાએ સિહોર નજીક ખાખરીયા પાટિયા નજીક બસ રોડ ઉપરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો સદભાગ્યે મોટી જાનહાની થતા ટળી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here