સિહોર કંસારા બજારમાં કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ

હરેશ પવાર
સિહોરમાં કોરોના કેસ વધી રહ્યા છે ખાસ કરીને કંસારા બજારમાં સંક્રમણ વધી રહ્યું છે. જેથી આ સંક્રમણ લોકોમાં વધુ ન ફેલાય અને લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે સિહોરના અગ્રણીઓ આગળ આવી રહ્યા છે અહીંના વિસ્તારના લોકોને ગઈકાલથી આયુર્વેદિક ઉકાળો આપવાની શરૂઆત થઈ છે ગઈકાલથી મારૂ કંસારા જ્ઞાતીની વાડી કંસારા બજાર ખાતેથી ઉકાળા કેન્દ્રની શરૂઆત થઈ છે જેમા ૫૦૦ થી ૬૦૦ લોકોએ આ ઉકાળાનો લાભ લીધો હતો હજુ પણ ચાર દિવસ આ વિતરણ ચાલશે કંસારા બજાર તેમજ આજુબાજુ ના વિસ્તાર ના લોકો ને કંસારા બજાર યુવક મંડળ દ્વારા આ ઉકાળાનો લાભ લેવા અનુરોધ કરે છે.

તેમજ ઉપરોક્ત સત ત ત્રણ દિવસથી આશિષ પરમાર,જુબિન જાદવ, સિહોર મારુ કંસારા સમાજ ના કાર્યકરી પ્રમુખ હરીશ પવાર ઉપપ્રમુખ મહેશભાઇ પરમાર,રજનીકાન્ત ગોરડિયા,રાજુભાઇ મકરાની.,રાજુ(મણી)તેમજ સૌ મિત્ર મંડળ દ્વારા ખુબ જ ઉત્સાહ પુર્વક સવારે ૦૭:૦૦ થી ૦૮:૩૦ કલાક સુધી ઉકાળા વિતરણ કરી રહ્યા છે ને આ સેવા યજ્ઞ ને અવિરત આગળ ધપાવી રહ્યા છે આ અંગે સિહોર મારુ કંસારા સમાજ નો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.જેઓએ આ સેવાયજ્ઞ માં સમાજ ની વાડી ૭ દિવસ માટે નિઃશુલ્ક રીતે આપવામાં આવી છે.જે અંગે સંસ્થા ના કાર્યકારી પ્રમુખશ્રી હોદ્દેદારો કારોબારી ટીમ તથા ટ્રસ્ટીગણ તેમજ મોવડી મંડળ આ કાર્ય માં સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here