અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વડલા ચોક ખાતે સ્વૈચ્છિક કોરોના ટેસ્ટિંગ કરવા લોકોને જાહેર અપીલ, તંત્રનો અનોખો પ્રયાસ,

હરેશ પવાર
દેશમાં કોરોના વાયરસના કહેરને ઘટાડવા લોકડાઉન લાગુ કરવા છતાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. ગુજરાતમાં સરકારના અથાગ પ્રયત્નો પછી પણ કોરોના બેકાબુ થતા સતત કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે સિહોર આરોગ્ય તંત્રએ કોરોનાને કાબુમાં લેવા અનોખો પ્રયોગ હાથધર્યો છે ગઈકાલથી સિહોરના વડલા ચોક ખાતે ” અર્બન હેલ્થ સેન્ટર – સિહોર ” દ્વારા ” સ્વૈચ્છિક કૉરૉના ટેસ્ટિંગ સેન્ટર ” નો પ્રારંભ કરવામાં આવ્યો, છે આ તકે તાલુકા હેલ્થ ઑફિસર ડૉ.જયેશભાઇ વંકાણી તથા અર્બન હેલ્થ ઑફિસર ડૉ. અમિન લાખાણી, તાલુકા હૅલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત, તથા યુનિટના સાજણભાઇ હાડગડ તથા જયવંતસિંહ રાઠોડ , કપીલભાઇ, તથા સિહોર નગર પાલિકા ના આનંદભાઇ રાણા, ભરતભાઇ રાણા સેવાકીય સહયોગી તરીકે ઉપસ્થિત રહ્યા હતા સ્વૈચ્છિક કોરોના ટેસ્ટિંગ સેન્ટર ખાતે શહેરીજનો દ્વારા સ્વૈચ્છિક કોરોના ટેસ્ટ કરાવવામાં આગળ આવ્યા હતા.આ ટેસ્ટીંગ માટે ભયમુક્ત બની ટેસ્ટિંગ આગળ આવવા તેમજ આપના સ્વાસ્થ્ય ની કાળજી રાખી અને શંકાઓને ભયમુક્ત બનાવવા સિહોર અર્બન હેલ્થ સેન્ટર આપના આંગણે જેમાં સહકાર આપવા શહેરીજનો ને અપીલ કરવા માં આવેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here