સિહોર વિદ્યામંજરી સંસ્થા દ્વારા વિશ્વ ઓઝોન દિવસની ઓનલાઈન ઉજવણી કરાઈ

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ – સિહોર ખાતે ગઈકાલે બુધવારનાં દિવસે “વિશ્વ ઑઝોન દિવસ” ની ઉજવણી યુટ્યુબ ચેનલનાં માધ્યમથી ઓનલાઈન કરવામાં આવી. ૧૬ મી સપ્ટેમ્બર જેને આખુય વિશ્વ ઑઝોન દિવસ તરીકે ઉજવે છે.

હાલ કોરોના મહામારીનાં કારણે શાળાઓ બંધ છે અને વિદ્યાર્થીઓ પોતાના ઘરે છે. તો વિદ્યાર્થીઓને આજના આ દિવસનું મહત્વ સમજાવવા માટે તેમજ ઑઝોન સ્તર શું છે? જેનો વિદ્યાર્થીઓને ખ્યાલ હોતો નથી.

ખરેખર તો ઑઝોન સ્તર પૃથ્વીની ફરતે કુદરત નીર્મિત એક સુરક્ષા કવચ એટલે ઑઝોન સ્તર આ સ્તરને કઈ રીતે પ્રદુષણ અને વાતાવરણ થી કઈ રીતે બચાવી શકાય તે વીશે શાળાની યુટ્યુબ ચેનલનાં માધ્યમથી વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ તૈયાર કરેલ વિશ્વ ઑઝોન દિવસ વિશેનાં વક્તવ્યો નિહાળી માર્ગદર્શન મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આ આયોજનને સફળ બનાવવા માટે શાળા પરીવારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here