માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા તા. ૫મીથી શરૃ થનાર બોર્ડની પરીક્ષા, તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા શાંતિપૂર્ણ પરીક્ષા યોજવા તડામાર તૈયારી

સીસીટીવી સુવિધાથી સજ્જ શહેરની શાળાઓમાં બોર્ડની પરીક્ષા લેવાશે, પરીક્ષાર્થીઓને યોગ્ય ભૌતિક સુવિધાઓ મળી રહે તે માટે શાળા સંચાલકોને સુચના આપવામાં આવી

સલીમ બરફવાળા
બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી છે જેને કારણે પરીક્ષાર્થીઓ એક પણ ક્ષણ બરબાદ કરવા માંગતા નથી અને તૈયારીઓમાં વ્યસ્ત બની ગયા છે ત્યારે શિક્ષણ વિભાગ પણ આ બોર્ડની પરીક્ષા શાંતિપુર્ણ,તંદુરસ્ત વાતાવરણમાં ગેરરીતી વગર લેવાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બોર્ડ દ્વારા છેલ્લા ચાર વર્ષથી બોર્ડની પરીક્ષા સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ જ યોજાય તેવો આગ્રહ રાખવામાં આવે છે. જેને લઇને મોટાભાગની શાળા સીસીટીવી કેમેરાથી સજ્જ થઇ ગઇ છે તો જ્યાં સીસીટીવી નહીં હોય ત્યાં ટેબલેટ મુકીને દેખરેખ રાખવામાં આવશે ગુજરાત માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. ૫મી માર્ચથી ૨૧ માર્ચ દરમિયાન ન્યુએસએસસી તથા એચએસસી સામાન્ય અને વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષા યોજાનાર છે.

જેમાં સિહોર અને તાલુકા હાજરોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. જેમાં તંત્ર દ્વારા પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે સારુ તડામાર તૈયારીઓ શરૃ કરી દીધી છે. પરીક્ષા દરમિયાન સીસીટીવી કેમેરા તથા ટેબ્લેટ દ્વારા બાજ નજર રાખવામાં આવશે. ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાતી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આગામી તા. ૫ થી ૨૨મી માર્ચ દરમિયાન બોર્ડની પરીક્ષા યોજાવાની હોઈ સિહોર અને તાલુકાનું શિક્ષણ તંત્ર સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે અને બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેની તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

સિહોરના એલડીમુની સ્કૂલ, જે જે મહેતા, નંદલાલ ભુતા, મોર્ડન સ્કૂલ, વિદ્યામંજરી સ્કૂલ, સહિત ટાણા વરલ વળાવડ સણોસરા ખાતે સેન્ટરો ફાળવાયા છે અને જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જોકે બોર્ડની પરીક્ષા આ ચોરી અને ગેરરીતિના બનાવોને રોકવા માટે તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા તેમજ કેટલીક બિલ્ડીંગમાં જ્યાં સીસીટીવી કેમેરાની સુવિધા નથી ત્યાં પરીક્ષાની હિલચાલ પર ટેબ્લેટ બાજ નજર રહેશે. જોકે સામાન્ય સંજોગોમાં બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ હોય છે.

ત્યારે વિદ્યાર્થીઓ નિર્ભય બનીને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સાથે પરીક્ષા કેદ્રની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીન અને પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓના મોબાઈલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ધો. ૧૦ની પરીક્ષા તા. ૫-૩-૨૦૨૦ થી તા. ૧૭-૩-૨૦૨૦ દરમિયાન અને ધો. ૧૨ ની પરીક્ષા તા. ૫-૩-૨૦૨૦ થી તા. ૨૧-૩-૨૦૨૦ના રોજ પૂર્ણ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here