સિહોર મોટા રામદેવપીર મહારાજ નો ૪૦ મો પાટોત્સવ ઉજવાયો
હરેશ પવાર
આજરોજ સિહોરના દાદાનીવાવ સામે આવેલ જે શહેરનું વર્ષો જૂનું જે માત્ર ને માત્ર એક મોટા રામદેવપીર મહારાજ નું મંદિર આવેલ અને શહેરી વિસ્તારોમાં જે શહેરના મુખ્ય હાઈવે પર જે વડીલો માતા બહેનો અને પ્રવાસીઓ માટે ધાર્મિક સ્થળ માં નું એક સ્થળ તરીકે જે ભાવનગર સિહોર ના હાઇવે રોડ પર આવેલ અને દાદા ની વાવ સામે આવેલ મોટા રામદેવપીર મહારાજ નું આજે સ્થાપના થયેલ ૪૦ વર્ષના ઉજવણી અંતર્ગત મંદિર ખાતે દાતા ઓ દ્વારા બનાવેલ રામાપીર બાપાના પાટોઉત્સવ કરવામાં આવેલ જેમાં સિહોર ના વિદ્વાન યુવા શાસ્ત્રી જીજ્ઞેશભાઈ જોષી ના આચાર્ય પદે રામદેવપીર બાપા નો મહાયજ્ઞ મહાજયોત પાટોત્સવ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો દાતા ના યજમાન પદે યોજાયેલ..આ પાટોઉત્સવ માં બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા..તેમજ રાત્રીના રામાપીર બાપા નું ધૂન સહિત કાર્યક્રમ યોજાયો.