વૃક્ષારોપણ, બ્લડ કેમ્પ, ચશ્મા વિતરણ સહિતના કાર્યક્રમો સાથે આજે ફ્રૂટનું વિતરણ સહિતના કાર્યક્રમો

હરેશ પવાર
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અંતર્ગત સમગ્ર રાજ્યમાં સેવા સપ્તાહની ઉજવણી થઈ રહી છે આજના જન્મ દિવસ નિમિતે “સેવા સપ્તાહ” કાર્યક્રમ અંતર્ગત આજરોજ સિહોર શહેર ભાજપા દ્વારા ફ્રુટ વિતરણ કાર્યક્રમ સિહોર સરકારી દવાખાના ખાતે યોજવામાં આવેલ અને આજના એમના જન્મદિવસે નરેન્દ્રભાઇ મોદી શતાયુ, દીર્ઘાયુ અને નિરોગી જીવન જીવે અને સાથે સાથે ભારત દેશ ને વિશ્વગુરુ બનાવવા માટે ઈશ્વર શક્તિ આપે એવી સિહોર શહેર ભાજપ દ્વારા પ્રાર્થના કરાઈ હતી.

આ કાર્યક્રમ મા સિહોર નગરપાલિકા ના પ્રમુખ વિક્રમભાઈ નકુમ જિલ્લા મંત્રી હંસાબેન પરમાર,સિહોર શહેર ભાજપ મહામંત્રી હિતેશભાઈ મલુકા,આશિષભાઈ પરમાર,પ્રદેશ યુવા.કારોબારી સદસ્ય અનિલભાઈ ગોહિલ,જિલ્લા યુવા મહામંત્રી પરેશભાઈ જાદવ,પુર્વ નગરપાલિકા પ્રમુખ દિપ્તીબેન ત્રિવેદી,જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ હરદેવસિંહ વાળા શહેર ભાજપ ઉપપ્રમુખ ઉપેન્દ્રસિંહ ડોડીયા સદસ્ય મંગુબેન હરપાલસિંહ ગોહિલ,સુરેશભાઈ સાંગા,રમેશભાઈ ગઢાદરા,બિપીનભાઈ બાંભણીયા સહિત જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here