કાર્યક્રમ દરમિયાન વેરાની દોઢ લાખ આસપાસની આવક : લોકો દ્વારા વિવિધ ૩૨ જેટલી અરજીઓ કરવામાં આવી, ૪ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો


બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકા દ્વારા નગરપાલિકા આપના દ્વારે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે પ્રધાનમંત્રી મોદીના જન્મ દિવસ નિમિત્તે આજથી શરૂ કરવામાં આવેલ નગરપાલિકા આપના દ્વારે વોર્ડ ૯માં કાર્યક્રમ યોજાયો હતો જેમાં નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ અને ચીફઓફિઆર દવેની ખાસ હાજરીમાં આજથી નગરપાલિકા આપને દ્વાર કાર્યક્રમની શરૂઆત વોર્ડ ૯ થી કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના અલગ અલગ તમામ વિભાગો હાજર હતા લોકો દ્વારા ૩૪ જેટલીઓ અરજીઓ અને રજૂઆતો કરવામાં આવી હતી.

જેમાં ૪ રજૂઆતોનો સ્થળ નિકાલ કરવામાં આવ્યો હતો ભૂતિયા કનેકશનો નળ ગટર કનેકશનના વેરાઓની વસુલાત કરવામાં આવી હતી બાંધકામ વિભાગ સહિત નીરોડ.રસ્તા પાણી ગટર સહિત ની ૧૫ અરજીઓ તેમજ ભુતીયા ૧૨૮ કનેક્શનને લઈ જેમાં નળ/ગટર રેગ્યુલાઈઝ માટેની હેડ ક્લાર્ક પરેશ ભટ્ટ દ્વારા અરજીની ફી વસૂલી કરીને રેગ્યુલાઇઝ પણ કરવામાં આવ્યા હતા તેમજ પાલિકા નું મુખ્ય નિર્ભર એવું ટેક્સ વિભાગ વસુલાત ના રાજુભાઇ ટિબલિયા ની ટીમ દ્વારા ૭૫૯૫૦ વેરો વસુલાત સાથે વેરાની રકમ પણ સ્વીકાર કરવામાં આવી.
જે કુલ મળીને કુલ રૂ ૧૪૧૨૩૦ ની વસુલાત કરવામા આવી હતું નગરપાલિકા આપના દ્વારે કાર્યક્રમમાં નગરસેવકો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here